Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભરૂચમાં નોકરીએ જવા નીકળેલી ત્રણ યુવતી સહિત પાંચ લોકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાં

ભરૂચમાં નોકરીએ જવા નીકળેલી ત્રણ યુવતી સહિત પાંચ લોકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાં
, બુધવાર, 12 મે 2021 (16:40 IST)
નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકી હતી. ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. જેમાં ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે.નેત્રંગ મોવી રોડ ઉપર આજે સવારના અરસામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહનની અડફેટે પેસેન્જર ભરી જતી ઇકો કાર ખાઇમાં ખાબકતા કારમાં સવાર પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.
webdunia

નેત્રંગ તાલુકાનાં પેટીયા ગામમાં રહેતા દિલિપ વસાવા પોતાની ઈકો કાર નંબર-જી.જે.16.સી.બી.7840 લઈ ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ બ્રિટાનિયા કંપનીમાંથી કામદારોને લઈ નેત્રંગથી મોવી તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. જેના પગલે કાર નજીકમાં આવેલ ખાઈમાં ખાબકી હતી.ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. અને 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ વિભાગને જાણ કરી હતી. અકસ્માતમાં બિલાઠા ગામની 23 વર્ષીય ચંદ્રીકાબેન હરેશભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે રાજપીપળા તેમજ નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં મ્યુકોરમાઇકોસિસના 112 દર્દીઓ દાખલ, નવો વોર્ડ ઉભો કરાયો