Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુત્રાપાડામાં 12 અને કોડીનારમાં 9 ઇંચ, ભારે વરસાદથી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયાં

સુત્રાપાડામાં 12 અને કોડીનારમાં 9 ઇંચ, ભારે વરસાદથી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયાં
, બુધવાર, 6 જુલાઈ 2022 (14:35 IST)
rain in
ગીર સોમનાથ જિલ્‍લામાં આભ ફાટ્યું છે. જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્‍થ‍િતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્‍ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્‍યવહાર ખોરવાઇ જતાં બંન્‍ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. 
webdunia

ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે 10 વાગ્‍યા સુધી સાત કલાકમાં 280 મિમી (12 ઇંચ), કોડીનારમાં 225 મિમી (9 ઇંચ) અને વેરાવળમાં 124 મિમી (5 ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાન - બદમાશોએ માત્ર 17 મિનિટમાં લૂટી એક્સિસ બેંક, 32 લોકોને બંધક બનાવ્યા, 90 લાખ લઈ ગયા