એશિયા શેરબજારમાં સળગ ત્રીજ દિવસે પણ સેંસેક્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો.ગુરુવાર અને શુક્રવાર એશિયાન શેરબજારમાં ભારે પડતી જોવા મળી હતી.મંદીનો ભય હજી દૂર થયો નથી ત્યાં શુક્રવારે એવી અફવા ઉડી કે બ્રિટન પર મંદીના મારની વકી છે. ત્યારે એશિયાના શેરબજારમાં ભારે ઘટાડો થઈ ગયો હતો.
આવતા અઠવાડીએ એફ એંડ ઓનું વલણ પુરૂ થવાનું હોવાથી શેરબજારમાં હળવી ઉથલપાથલ જોવા મળે તેવી શક્યતા છે.
છેલ્લે મુંબઈ શેરબજારની સ્થિતિ નબળી રહી હતી.શુક્રવારે મુંબઈ શેરબજાર શરૂઆતી પડતી રહી હતી.ત્યાર બાદ કારોબાર થવાથી તેમાં સેંસેક્સમાં વધારો થયો હતો.પરંતુ બજાર બંધ થતા થતા સેંસેક્સ 1.58 ટકા ઘટી ગયો હતો. તેમજ વિશ્લેષકોએ પણ આગામી અઠવાડીએ શેરબજારમાં મંદીનો માહોલ રહેવાની વાત કરી ભય ઉભો કર્યો છે.