Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Vastu tips - ક્યારેય પણ થાળીમાં ન કરવી પીરસવી જોઈએ 3 રોટલી, કહેવાય છે અશુભ, કારણ જાણશો તો તમે પણ ક્યારેય નહી પીરશો

vastu tips
, મંગળવાર, 18 એપ્રિલ 2023 (15:54 IST)
Vastu Tips: આપણા દેશમા અનેક એવી માન્યતાઓ છે જેને લોકો આજે પણ અપનાવે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં તો આવી માન્યતાઓને ખૂબ જોડી દેવામાં આવે છે.  તેમા પૂજા પાઠ, વ્રત, તહેવાર, રોજબરોજના જીવનમાં સૂતા જાગતા, ખાવા પીવાથી લઈને ઉઠવા-બેસવા સુધીના નિયમો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાથી જ એક 3 રોટલી પણ છે.  
 
તમે મોટેભાગે લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે કે થાળીમાં ત્રણ રોટલી ન આપશો, ત્રણ લાડુ ન આપશો, ત્રણ પરાઠા ન આપશો વગેરે.  અહી સુધી કે પ્રસાદમાં પણ ક્યારેય ત્રણ ફળ ચઢાવવામાં આવતા નથી.  પરંતુ શુ તમે તેનુ કારણ જાણો છો ? જો નહી તો તમારે પરેશાન થવાની જરૂર નથી કારણ કે આ લેખમાં આજે અમે તમને બતાવીશુ છેવટે કેમ 3 રોટલી એક સાથે કેમ ન પીરસવી જોઈએ ? આવો જાણીએ... 
 
થાળીમાં કેમ ન પીરસવી 3 રોટલીઓ ?  (Why 3 rotis are not served together in plate?)
 
માન્યતાઓ મુજબ થાળીમાં 3 રોટલી મુકવાનો મતલબ મૃતકના ભોજન સમાન માનવામાં આવે છે. મોટેભાગે તેરમાના સંસ્કારમાં તમે જોયુ હશે કે મૃતક માટે જે ભોગ કાઢવામાં આવે છે તેમા 1 રોટલી હોય છે કે 3 રોટલી મુકવામાં આવે છે. તેથી જીવિત વ્યક્તિના ભોજનમાં 3 રોટલી પીરસવી અશુભ માનવામાં આવે છે. 
 
3 નંબરને અશુભ માનવામાં આવે છે   (Number 3 is considered as unlucky)
ખાવા પીવાની વસ્તુઓ બાબતે 3નો અંક અશુભ માનવામાં આવે છે.  આ સાથે જ પૂજા-પાઠમાં પણ 3 અંકને અશુભ માનવામાં આવે છે. તેથી હિન્દુ ધર્મમાં ખાવા પીવાની વસ્તુઓમાં ત્રણની સંખ્યામા ન તો કશુ આપવામાં આવે છે અને ન તો કશુ લેવામા આવે છે.  બીજી બાજુ પૂજા કે પ્રસાદમાં પણ કોઈ સામગ્રી 3 ની સંખ્યામાં ચઢાવવામાં આવતી નથી.  
 
શુ કહે છે વિજ્ઞાન (What does science say?)
 
વિજ્ઞાનની નજરમાં આવી કોઈ ગણતરી નથી પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે 1 વાડકી દાળ, ભાત અને શાક સાથે 2 રોટલી ખાવી પૂરતી છે, તેનાથી વધુ જો એક સામાન્ય વ્યક્તિને એક વાડકી દાળ, ભાત અને 2 રોટલી ખાવી પૂરતી છે.  આવી સ્થિતિમાં ત્રીજી રોટલી ખાવાથી જાડાપણુ વધે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે.

Edited by - kalyani deshmukh 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Solar Eclipse 2023 Sutak Time: સૂર્ય ગ્રહણ શુ કરવુ શુ નહી ? જાણો વર્ષના પ્રથમ સૂર્ય ગ્રહણનો સૂતક ટાઈમ