Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ફિલ્મ સમીક્ષા : હંસી તો ફંસી

ફિલ્મ સમીક્ષા : હંસી તો ફંસી
P.R


હંસી તો ફંસી નામ આ ફિલ્મને સૂટ નથી કરતુ. થોડુ વલ્ગર કે નકારાત્મક લાગે છે, પણ ફિલ્મ એવી નથી. 'હંસી તો ફંસી' એક ખૂબ જ હલ્કી ફુલ્કી રોમાંટિક કોમેડી મૂવી છે જે મોટાભાગના સમયે દર્શકોનુ મનોરંજન કરવામાં સફળ રહે છે. ફિલ્મની કોમેડી દર્શકોને હસાવે છે, લીડ પેયરના રોમાંસને તમે અનુભવી શકો છો અને ઈમોશન્સ દિલને સ્પર્શી જાય છે. ફિલ્મના પાત્ર એટલા સારી રીતે લખાયા છે કે સિનેમાહોલમાંથી નીકળ્યા બાદ પણ યાદ રહે છે. ખાસ કરીને પરિણિતી ચોપડાનુ પાત્ર લાંબા સમય સુધી યાદ રહેશે. આમ પણ બોલીવુડમાં મહિલાઓ માટેના પાત્રને વિશેષ મહત્વ નથી આપવામાં આવતુ. પણ આ ફિલ્મમાં એવુ નથી.

webdunia
P.R

ફિલ્મના હીરો નિખિલ (સિદ્ધાર્થ મલ્હોત્રા) એક લગ્નમાં જાય છે, ત્યારે એ જ ઘરની એક યુવતી મીતા (પરિણિતી ચોપડા) તેને ભાગતી દેખાય છે. નિખિલ તેને ભાગવામાં મદદ કરે છે. લગ્નમા નિખિલને કરિશ્મા (અદા શર્મા) સાથે પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ સ્ટોરી સાત વર્ષ આગળ વધી જાય છે.

નિખિલ અને કરિશ્માના લગ્ન થવાના છે. બધા મહેમાન આવી જાય છે. એવામા કરિશ્મા એક વણનોતર્યા મહેમાન મીતાને થોભાવવાની જવાબદારી નિખિલને આપે છે. મીતા અને કરિશ્મા બે બહેનો છે. પણ મીતાની હરકતો કોઈને ગમતી નથી. તેથી તે સાત વર્ષ પહેલા ઘર છોડીને ભાગી જાય છે. મીતાને નિખિલ પોતાના ઘરે લઈ જાય છે.

webdunia
P.R

મીતાની સાથે સાત દિવસમાં નિખિલના પ્રેમ પ્રત્યે વિચારો બદલાય જાય છે અને તે કરિશ્મા સાથે સાત વર્ષના સંબંધો વિશે ફરી વિચાર કરે છે. તેને સમજાય છે કે કરિશ્મા પ્રત્યે તેને આકર્ષણ હતુ જેને તે પ્રેમ સમજી બેસ્યો. પણ આ સાત વર્ષમાં તે માત્ર કરિશ્માને ખુશ કરવાનો પ્રયત્ન કરતો રહ્યો. જ્યારે કે મીતા સાથે તેના વિચારો ખૂબ જ મળતા આવે છે. અને તેને સમજાય છે કે પ્રેમમા બહારના આકર્ષણથી વધુ મહત્વનુ છે મેંટલ લેવલનુ સમાન હોવુ.

'હંસી તો ફંસી' ને હર્ષવર્ધન કુલકર્ણીએ લખ્યુ છે અને જાહેરાત ફિલ્મ બનાવનારી વિનિલ મૈથ્યૂએ પહેલીવાર કોઈ ફિલ્મ નિર્દેશિત કરી છે. 'હંસી તો ફંસી'માં અનેક એવી વસ્તુ છે જે પહેલા તમે અનેક હિન્દી ફિલ્મોમાં જોઈ ચુક્યા છે. જેવી કે લગ્નની પુષ્ઠભૂમિકમાં સ્ટોરી સેટ થવી. બંને તરફથી મોટી ફેમિલી, યુવક-યુવતીનુ લાંબા સમય પછી એ અનુભવવુ કે તેમને પ્રેમ થઈ ગયો છે. છતા આ ફિલ્મના પાત્રોને કારણે તમને ફિલ્મમાં તાજગી લાગે છે.

webdunia
P.R

સ્ટોરી ન તો બહુ લાંબી છે કે ન તો તેમા વધુ ઉતાર ચઢાવ છે. એવામાં સ્ક્રીનપ્લે એટલો દમદાર હોવો જોઈએ કે દર્શકોને બાંધી રાખે. સ્ટોરી વગર પડદાં પર થઈ રહેલ ઘટનાક્રમોમાં દર્શકોની રુચિ બની રહે. એ માટે સ્ક્રીનપ્લેની સાથે સાથે નિર્દેશકને પણ ખૂબ મહેનત કરવી પડે છે અને 'હંસી તો ફંસી' આ મામલે સફળ રહી છે.

ફિલ્મની શરૂઆતમાં જ મીતા અને નિખિલનુ બાળ રૂપ બતાવીને નિર્દેશકે દર્શકોના મનમાં આ વાત સ્થાપિત કરી દીધી કે બંને કેટલા નકામા છે. નિખિલ દરેક વાતને એક સામાન્ય રીતે લે છે, પણ તેનો મતલબ એ નથી કે તે ગંભીર નથી. પણ આ વાત કરિશ્મા નથી સમજતી અને હંમેશા તેના પર દબાવ નાખે છે.

webdunia
P.R


મીતાનુ પાત્ર ખૂબ જ રસપ્રદ છે. તે ખૂબ બ્રિલિયંટ છે. કેમિકલ એંજીનિયર છે. તેની હોશિયારીને તેનુ વ્યવસાયિક વિચારો ધરાવતુ ફેમિલી સમજી નથી શકતુ. તેથી તે ચીન ભાગી જાય છે અને સાત વર્ષ પછી ભારત આવે છે, કારણ કે તેને પૈસાની જરૂર છે. આ પૈસા તે પોતાના ઘરેથી ચોરી લેવા માંગે છે.

ફિલ્મના પ્રથમ હાફમાં પરિણિતીનુ આ પાત્ર ખૂબ મનોરંજન કરે છે. એંટી ડિપ્રેશન ટેબલેટ લીધા બાદ મીતાનુ એક જુદુ જ વર્ઝન બહાર આવે છે અને તે વિચિત્ર હરકતો કરે છે. તેની આ હરકતોની ઉણપ ફિલ્મના સેકંડ હાફમાં અનુભવાય છે. મીતા પ્રત્યે બધા કઠોર રહે છે, પણ તેની અંદર છિપાયેલ એક નિર્દોષ યુવતીને નિખિલ શોધી લે છે અને આ વાત બંનેને નિકટ લાવે છે.

નિખિલ અને મીતાનુ એકબીજાને સમજવુ એ ખૂબીપૂર્વક બતાવાયુ છે. બંને વચ્ચે અનેક એવા દ્રશ્ય છે જેનાથી તેઓ એકબીજાના નિકટ આવે છે. જેવુ કે મીતાને નિખિલના રૂમમાં બંધ કરી દેવુ અને લાંબા સમય બાદ રૂમનો દરવાજો ખોલીને એ જાણવુ કે મીતા પ્રેશર સહન નહી કરી શકી અને તેને સાડી ભીની કરી નાખી. મીતાનુ સીધે સીધુ નિખિલને એ કહેવુ કે તે તેની બહેન(કરિશ્મા)ને છોડીને પોતાની સાથે લગ્ન કરે કારણ કે એ પોતે તેના લાયક છે.

ફિલ્મમાં અનેક કોમેડી દ્રશ્ય પણ છે, જે ખૂબ હસાવે છે. રિટાયર્ડ પોલીસ ઓફિસર શરત સક્સેનાનુ મેતા પર શક કરવો કે તેણે હાર ચોર્યો છે અને પછી મીતાની બેગ ખોલાવવી. મીતાને પોતાના પિતા સાથે મેળાપ કરાવવા નિખિલનુ અડધી રાતે તેના ઘરે જવુ અને મિતાના પિતાને જગાવીને બહાર લાવવા, આ દ્રશ્ય હાસ્ય અને ઈમોશન એક સાથે અનુભવ કરાવે છે.

જ્યા સુધી ઉણપોનો સવાલ છે તો મીતાનુ ચીન જવુ એ ભાગ કમજોર છે. તેને સારી રીતે નથી પ્રસ્તુતુ કર્યો. ચીન અને ચોરીવાળા પ્રસંગોમાં ફિલ્મ કમજોર પડે છે. ક્લાઈમેક્સ એવો જ છે જેવો આપણે અનેક ફિલ્મોમાં જોઈ ચુક્યા છે. પણ આશા હતી કે કંઈક જુદી રીતે વાત ક્લાઈમેક્સ સુધી પહોંચશે. કરિશ્માનુ પાત્ર સારી રીતે નથી બતાવાયુ. પણ આમ છતા આ કમીયોની ફિલ્મ પર કોઈ અસર નથી પડી.

ફિલ્મના સંવાદોમાં જોરદાર હાસ્ય છે અને અનેક સંવાદોને સમજવામાં મગજની જરૂર પડે છે.

ફિલ્મનો અભિનય પક્ષ ખૂબ જ મજબૂત છે. આખી ફિલ્મ પરિણિતીની આસપાસ ફરે છે અને તેણે પોતાના શાનદાર અભિનય દ્વારા બતાવી દીધુ છે કે કેમ તેમને વર્તમાન પેઢીની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક સમજવામાં આવે છે. મીતાનુ પાત્ર તેણે એ રીતે ભજવ્યુ છે કે કંઈક જરાપણ લાગતુ નથી કે તે અભિનય કરી રહી છે. અનેક દ્રશ્યોમાં તેનો અભિનય જોવા લાયક છે.

એક ફિલ્મ જૂના સિદ્ધાર્થ મલ્હોત્રાએ અભિનયમાં ઘણો સુધારો કર્યો છે. પરિણિતી ચોપડા જેવી દમદાર અભિનેત્રી સામે માત્ર ટકી રહેવા પણ બરાબરીથી મુકાબલો કર્યો. એક કન્ફ્યૂજ અને સૌને ખુશ રાખનારુ પાત્રને તેણે સારી રીતે ભજવ્યુ. કરિશ્માના રૂપમાં અદા શર્માનો અભિનય પણ શ્રેષ્ઠ છે.

સામાન્ય રીતે મનોજ જોશી લાઉડ થઈ જાય છે, પણ અહી મીતાના પિતાના રોલમાં તેણે પોતાની પર કાબૂ રાખ્યો. આ સીનમાં તેનો અભિનય જોવા લાયક છે. જેમા મીતા પર તેના ઘરના લોકો નારાજ થઈ રહ્યા છે અને તેઓ આવીને મીતાને ગળે ભેટી જાય છે. નિખિલના પિતા અને રિટાયર્ડ પોલીસ ઓફિસરના રૂપમાં શરત સક્સેનાએ દર્શકોને ખૂબ હસાવ્યા છે.

ટૂંકમાં હંસી તો ફંસી તાજગીથી ભરેલી એક રોમાંટિક ફિલ્મ છે, જેમા ઢગલો હંસી અને ઈમોશંસ પણ છે. વેલેંટાઈન ડે નિકટ છે અને તેને આ પ્રેમભર્યા વાતાવરણમાં આ ફિલ્મ જોઈ શકાય છે.

બેનર : ધર્મા પ્રોડક્શન, ફૈટમ પ્રોડક્શન્સ
નિર્માતા : કરણ જોહર, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને, અનુરાગ કશ્યપ
નિર્દેશક : વિનિલ મૈથ્યુ
સંગીત : વિશાલ શેખર
કલાકાર : સિદ્ધાર્થ મલ્હોત્રા, પરિણિતી ચોપડા, અદા શર્મા, શરત સક્સેના, મનોજ જોશી, નીતા કુલકર્ણી, સમીર ખખ્ખર
સેંસર સર્ટિફિકેટ : યૂએ *2 કલાક 21 મિનિટ 19 સેકંડ
રેટિંગ : 3.5/5

Share this Story:

वेबदुनिया पर पढ़ें

समाचार बॉलीवुड ज्योतिष लाइफ स्‍टाइल धर्म-संसार महाभारत के किस्से रामायण की कहानियां रोचक और रोमांचक

Follow Webdunia gujarati