Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુ જીવલેણ બન્યો, રાજકોટમાં 14 સહિત કૂલ 62 કેસો,ગોંડલમાં 3 પોઝીટીવ કેસ, 10 મોત

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુ જીવલેણ બન્યો,  રાજકોટમાં 14 સહિત કૂલ 62 કેસો,ગોંડલમાં 3 પોઝીટીવ કેસ, 10 મોત
, સોમવાર, 1 ઑક્ટોબર 2018 (12:14 IST)
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આરોગ્યતંત્ર સુસ્ત છે ત્યારે સ્વાઈન ફ્લુ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યો છે. બે દિવસમાં જ સ્વાઈન ફ્લુના સત્તાવાર રીતે ૮ કેસો પોઝીટીવ હોવાનું જાહેર થયું છે અને બેના મોત નીપજ્યા છે. ચાલુ માસમાં કૂલ ૧૦ વ્યક્તિઓના સ્વાઈન ફ્લુથી સત્તાવાર મોત નીપજ્યાનું બહાર આવ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રો અનુસાર રાજકોટમાં સારવાર લઈ રહેલ મેંદરડા (જિ.જુનાગઢ)ના ૫૦ વર્ષીય મહિલાનનો રિપોર્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યા બાદ આજે અને ગઈકાલે જામનગર જિલ્લાના કાલાવડના ૪૭ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તલાલા, મેંદરડા અને પોરબંદરમાં કબીર આશ્રમ પાસે ૭૫ વર્ષીય વૃધ્ધને સ્વાઈન ફ્લુ પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. આજે જસદણના ૬૦ વર્ષીય વૃધ્ધા, વાંકાનેર તાલુકાના કેરાલામાં ૩૫ વર્ષીય યુવતી ઉપરાંત ગોંડલમાં ગુંદાળા રોડ, માધાપર રોડ અને પોસ્ટ ઓફિસ પાસે એમ એક સાથે ત્રણ સ્થળે સ્વાઈન ફ્લુપના પોઝીટીવ કેસો આજે નોંધાતા ગભરાટ ફેલાયો છે. આ રોગ હવાથી ફેલાય છે અને ઝડપથી પ્રસરીરહ્યો .

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનો નિધન, 87ની ઉમ્રમાં લીધી અંતિમ શ્વાસ