હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તે દરમિયાન રાજ્ય સરકારે વર્ષ 2021 માટે સરકારી રજાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2021માં કુલ 22 સાર્વજનિક રજાઓ સાથે સાથે 44 અનિવાર્ય રજા છે. જોકે જે સાર્વજનિક રજા રવિવારે આવતી હતી, તે આ યાદીમાં સામેલ નથી. વૈકલ્પિક રજાઓમાંથી, રવિવારે કુલ આઠ રજાઓ આવે છે. એટલા માટે આ યાદીમાં રાખવામાં આવી નથી. મહાવીર જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન અને સરદાર પટેલ જયંતિ રવિવારે આવે છે.
વર્ષ 2021માં બેંક માટે કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. જેમાંથી પાંચ રજાઓ રવિવારે આવે છે. રવિવારે આઠ રજાઓ આવતી હોવાથી તેને ફરજિયાત રજા જાહેર કરવામાં આવી નથી. સરકાર કર્મચારી ધાર્મિક પ્રતિબંધો વિના પોતાની પસંદની મેક્સિમમ બે ફરજિયાત રજાનો આનંદ માણી શકશે. આ પહેલાં એક અરજી કરવી પડશે. વર્ષ 2021માં મકર સંક્રાંતિ ગુરૂવારે આવે છે. જ્યરે 12 જુલાઇના રોજ અષાઢી બીજ આવે છે. જ્યારે બેંક માટે મકરસંક્રાંતિ, ગણતંત્ર દિવસ,11 માર્હ્ક શિવરાત્રિ અને 29 માર્ચના રોજ ધૂળેટીની રજા રહેશે.
સરકાર દ્વારા જાહેર એક યાદી અનુસાર, બેંક કર્મચારીઓને આગામી વર્ષ કુલ 16 દિવસની રજા મળશે. જ્યારે મહાવીર જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, સરદાર પટેલ જયંતિ અને ક્રિસમસ શનિવારે અને રવિવારે આવી રહ્યા છે, તેને તેમને સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે ઇમરજન્સી રજાને મંજૂરી આપનાર એક અધિકારી કામના મહત્વને જોતાં રજા આપવામાં સક્ષમ રહેશે. જોકે સરકારે શનિવાર અને રવિવારની રજા માટે એક અલગ શિડ્યૂલ આપ્યું છે.
સરકારી કર્મચારી પોતાની પસંદ અનુસાર બે દિવસની રજા લઇ શકે છે જેને આકસ્મિત રજા ભાગમાં ઉમેરવામાં નહી આવે. જો મુસ્લિમોના દિવસે જાહેર કરવામાં આવેલી રજા દિવસે તહેવાર આવતો નથી તો જે દિવસે તહેવાર ઉજવવામાં આવશે તે દિવસે સરકાર દ્વારા તે મુસ્લિમ કર્મચારીઓને ફરજિયાત રજાના રૂપમાં આપવમાં આવશે.