Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

'ભાજપ એક સીટ પણ હારી તો રાજીનામું આપી દઇશ', પહેલાં બિન ગુજરાતી ભાજપા અધ્યક્ષનો દાવો- જાણો કોણ છે ચંદ્રકાંત પાટીલ?

'ભાજપ એક સીટ પણ હારી તો રાજીનામું આપી દઇશ', પહેલાં બિન ગુજરાતી ભાજપા અધ્યક્ષનો દાવો- જાણો કોણ છે ચંદ્રકાંત પાટીલ?
, શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (12:49 IST)
ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનો દાવો છે કે તેમની પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 વિધાનસભા સીટો પર જીત પ્રાપ્ત કરશે. પાટીલે એ પણ કહ્યું કે જો તેમની પાર્ટી એક પણ સીટ હારી તો તે દિવસે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેશે. સીઆર પાટીલે કહ્યું કે મારો પ્રયત્ન રહેશે કે કોઇપણ કોંગ્રેસ નેતાને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે નહી. સીઆર પાટીલે જણાવ્યું કે કોંગ્રેસના નેતાને એકપણ સીટ જીતવા દેશે નહી, કારણે જો કોંગ્રેસ ધારાસભ્ય જીતે છે તો ત્યારે તેને ભાજપમાં સામેલ કરવાની સંભાવના છે. 
 
તમને જણાવી દઇએ કે રઘુનાથ પાટીલ (65 વર્ષ) ભાજપના પહેલાં બિન ગુજરાતી પ્રદેશ અધ્યક્ષ છે. એટલા મઍટે સીઆર પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા તે પહેલાં ઘણા લોકોને આશ્વર્યને પણ થયું. સીઆર પાટીલે જણાવ્યું કે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતા, ત્યારે તેમના પિતા રઘુનાથ પાટીલ પોલીસ ફોર્સમાં હતા. પાટીલનો જન્મ સુરતમાં થયો અને પિતાની માફક તે પણ પોલીસ ફોર્સમાં સામેલ થયા અને 15 વર્ષ સુધી સેવામાં રહ્યા. 
 
8 ડિસેમ્બર 1989ના રોજ સીઆર પાટીલે પોલીસ સેવામાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઇ ગયા. પાટીલે જણાવ્યું કે નરેન્દ્ર ગાંધીના એક કોર્પોરેટરે તેમને ભાજપમાં સામેલ કર્યા હતા. પાટીલ સુરત ભાજપમાં 6 વર્ષ સુધી કોષાધ્યક્ષ પદ પર રહ્યા અને પછી સુરત યૂનિટના ઉપાધ્યક્ષ પણ ચૂંટાયા. વર્ષ 1995માં ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકારમાં જીઆઇડીસીના ચેરમેન પણ નિયુક્ત કરવામાં આવ્યા. 
 
પાટીલે વર્ષ 2009માં પહેલી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદથી અત્યાર સુધી સાંસદ છે. સીઆર પાટીલ જાતિવાદને રાજકારણને નકારે છે અને કહે છે કે જો એવું થાય તો તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવશે નહી. પાટીલે પીએમ મોદીના નજીકના ગણવામાં આવે છે. ગુજરાતના તમામ વિધાનસભા સીટો પર જીત પ્રાપ્ત કરવાના દાવા પર કહે છે કે જો અમે બે વાર રાજ્યની 26માંથી 26 લોકસભા સીટ જીતી શકે છે તો પછી વિધાનસભા ચૂંટણીમાં એમ કેમ ન કરી શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં પાન મસાલા ગુટકા તમાકુ પર વધુ એક વર્ષ માટે પ્રતિબંધ