Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં યુથ કિલર બની રહેલો હાર્ટ એટેક, બે દિવસમાં 21 લોકોના મોત

heart attack
, સોમવાર, 23 ઑક્ટોબર 2023 (13:36 IST)
ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નવરાત્રિના મહોત્સવ સમયે જ હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે. છેલ્લા 2 દિવસમાં જ હાર્ટ એટેકથી 21 લોકોનાં મોત થયા છે. ઈમરજન્સી સેવા 108માં પણ હૃદયની સમસ્યાની ફરિયાદના કોલ વધ્યા છે.

ગુજરાતમાં ગરબા રમી રહેલા લોકોએ 1100થી વધારે ઈમરજન્સી કોલ કર્યા છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે.  ત્યારે આજે સવારથી લઈને અત્યાર સુધી ત્રણ લોકોના હાર્ટએટેકથી જીવ ગયા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. આજે ત્રણ લોકોને છાતીમા દુખાવો ઉપડતા મોત થયા છે.

ગુજરાતમાં નવરાત્રીના 6 દિવસમાં ગરબે રમતાં 1100 લોકોને તકલીફ થઈ હતી અને તેમણે 108 પર ઘણા ઈમરજન્સી કોલ આવ્યાં હતા. ગીર સોમનાથના તાલાળામાં હાર્ટ એટેકથી બે લોકોના મૃત્યુ થયા છે. તાલાળાના રહીશ જેબુનબેન અહમદભાઈ સવારે 10 વાગ્યે હિરણ નદીમાં કપડાં ધોવા ગયા હતા ને અચાનક જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. જ્યારે તાલાલા તાલુકાના ગાભા ગામના નવયુવાન નિકુંજ પરમાર નું તેમના ઘરે જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં હાર્ટ એટેકથી બે લોકોના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં ચિંતા પ્રસરી છે.સાબરકાંઠાના ઇડરના સાબલવાડ કંપામાં 42 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે.

ગત રાત્રીના સમયે ખેડૂત ભરતભાઈ પટેલ ઘરમાં ઢળી પડ્યા હતા. તેમને છાતીના ભાગે રાત્રિ દરમ્યાન છાતીના ભાગે અસહ્ય દુખાવો થતાં અચાનક ઢળી પડ્યા હતા. તેમને સારવાર માટે લઈ જવાતા તબીબે તેમને યુવાન ખેડૂતને મૃત જાહેર કરતા પરિવારના માથે આભ તુટી પડ્યું. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ નાની ઉંમર માં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. સાબરકાંઠામા એક સપ્તાહમાં હાર્ટ એટેકનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને ઇડર તાલુકામાં હાર્ટએટેકથી મોતના બનાવ બન્યા છે.

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનવાના કારણે લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાયા છે. 2 દિવસમાં 10થી વધારે હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. પ્રથમ 7 નોરતામાં સાંજે 6થી રાત્રે 2 દરમિયાન કેસ વધ્યા છે. આમ, અમદાવાદમાં સૌથી વધુ કુલ 166 કેસ નોંધાયા છે.હૃદયની ઈમરજન્સીના કેસ મામલે અમદાવાદ મોખરે છે. સુરતમાં સરેરાશ 8 કેસ, રાજકોટમાં 6 કેસ નોંધાયા છે. વડોદરામાં સરેરાશ 4 જેટલાં કેસ નોંધાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં આઠમના દિવસે જ બે ભાઈઓને ત્રણ શખ્સોએ રહેંસી નાંખ્યા