Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મને ખબર જ નથી કે રાજકોટમાં દર્દીઓને બેડ ને સ્વજનોને બોડી 30 કલાક સુધી મળતાં નથીઃ ભાજપ પ્રમુખ પાટીલ

મને ખબર જ નથી કે રાજકોટમાં દર્દીઓને બેડ ને સ્વજનોને બોડી 30 કલાક સુધી મળતાં નથીઃ ભાજપ પ્રમુખ પાટીલ
, શનિવાર, 17 એપ્રિલ 2021 (16:36 IST)
જસદણ-વીંછિયામાં આજે 100 બેડની સુવિધા સાથેની હીરાના કારખાનામાં કોવિડ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા છે. કાર્યક્રમ પહેલા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડ મળતા નથી અને પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી ઓ સ્થિતિ વિશે મને ખબર નથી. છેલ્લા થોડા દિવસમાં સરકારે જે પગલા લીધા છે ઓનાથી ઝડપથી નિરાકરણ આવી જશે.

સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સરકારને મદદરૂપ બનવાના પ્રયત્નો કરી રહી છે, એટલે જ અલગ અલગ જગ્યાએ આઇસોલેશન, ઓક્સિજન સહિતના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઇ જગ્યાએ એનજીઓ અને ભાજપના આગેવાનો પોતાની રીતે વ્યવસ્થા કરી રહ્યા છે. સુરતમાં પણ 1500થી વધારે બેડ આઇસોલેશન સેન્ટરમાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ કપરો સમય છે, થોડા દિવસો આપના સાથ અને સહકારથી બહાર આવવામાં આપણે ચોક્કસ સફળ થઈશું.મોરવાહડફ ચૂંટણી અંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં એકપણ જાહેર સભા કે સરઘસ કરવામાં આવ્યાં નથી. યુવા કાર્યકરોએ બાઇક રેલી યોજી હતી, તેમને ઠપકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ આવવાના હોવાથી રાજકોટ એરપોર્ટ પર રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, પ્રવક્તા રાજુ ધ્રુવ અને ગુજરાત ભાજપ ઉપ-પ્રમુખ ડો. ભરત બોઘરા પણ સાથે જોવા મળ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને ગામમાં સીધો પ્રવેશ નહીં મળે, તેમનો ફરજિયાત RTPCR ટેસ્ટ થશેઃ મુખ્યમંત્રી રૂપાણી