Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કનાડાના ભારતીય રેસ્ટોરેંટમાં થયો બ્લાસ્ટ

કનાડાના ભારતીય રેસ્ટોરેંટમાં થયો બ્લાસ્ટ
, શુક્રવાર, 25 મે 2018 (15:07 IST)
કનાડાના ઓટોરિયો સ્થિત એક ભારતીય રેસ્ટોરેંટમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટનું કારણ હજુ સુધી જાણ થયુ નથી.  પણ ડઝનો લોકો ઘાયલ થવાના સમાચાર છે. બ્લાસ્ટ સમયે રેસ્ટોરેંટમાં મોટાભાગના લોકો ડિનર લઈ રહ્યા હતા.  ધમાકામાં 18થી વધુ લોકો ઘાયલ થવાની માહિતી છે. 
 
ઓંટારિયોના મિસિસૌગામાં ગુરૂવારની રાત્રે સ્થાનીક સમય મુજબ 10.30 વાગે લગભગ બોમ્બે ભેલ રેસ્ટોરેંટમાં બ્લાસ્ટ થયો. ઓંટારિયો શહેર, ટોરેંટોના દક્ષિણમાં સ્થિત છે. અધિકરીઓનુ કહેવુ છે કે વિસ્ફોટને કારણોની હજુ સુધી જાણ થઈ નથી.  સ્થાનીક પ્રશાસને ઘટનાસ્થળ પર બોમ્બ સ્કવૉયડને મોકલવામાં આવે છે.
  
અધિકારીઓના કહેવા પ્રમાણે, હજુ સુધી વિસ્ફોટ પાછળના કારણની જાણકારી મળી શકી નથી. સ્થાનિક વહીવટીતંત્રએ ઘટનાસ્થળ પર બોમ્બ સ્ક્વોર્ડ મોકલી છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, બે શંકાસ્પદ વ્યક્તિઓ રેસ્ટોરન્ટના સીસીટીવીમાં જોવા મળ્યા છે. જેમના દ્ધારા આઇઇડી બ્લાસ્ટ કર્યાની આશંકા છે.
 
ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, બે શંકાસ્પદ વ્યક્તિઓને વિસ્ફોટ બાદ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંન્નેની ઉંમર 20 વર્ષની આસપાસ લાગી રહી છે.  પોલીસે બંન્ને શકમંદોની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. પોલીસે લખ્યું કે, બે સંદિગ્ધ
 
IED લઇને ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને વિસ્ફોટ બાદ તરત જ તેઓ ઘટનાસ્થળ પર ભાગી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિધાનસભા સ્પીકર તરીકે રમેશ કુમાર નિર્વિરોધ ચૂંટાયા, કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રસ્તાવ રજુ કર્યો.