Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

યુવાઓ માટે નવી "યુવા" ટ્રેન

યુવાઓ માટે નવી

વેબ દુનિયા

નવી દિલ્હી , शुक्रवार, 3 जुलाई 2009 (17:07 IST)
કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનરજીએ આજે યુવા ટ્રેનના નામે યુવાઓ માટે એક નવી ટ્રેનની જાહેરાત કરી હતી.
આજે સંસદમાં રેલવે બજેટ રજુ કરતી વેળાએ તેમણે આ ટ્રેનની જાહેરાત કરતાં કહ્યું હતું કે, મોટા શહેરો વચ્ચે યુવાઓને ધ્યાનમાં રાખીને આ ટ્રેન દોડાવામાં આવશે. જેનો લાભ યુવાઓ તથા જરૂરિયાતમંદ લોકો લઇ શકશે.

ઓછા મુસાફરી ભાડાવાળી આ ટ્રેનો મોટાભાગે મોટા અને મેટ્રો સીટી વચ્ચે દોડાવવામાં આવશે. મમતા બેનરજીએ આ અંગે કહ્યું હતું કે, આ ટ્રેનમાં એસીની સુવિધા હશે. તેમજ 1000 કિલોમીટરથી 2500 કિલોમીટરના અંતરમાં આ ટ્રેનો દોડાવાશે. જેનું ભાડુ અનુક્રમે રૂ. 1500 કિલોમીટર સુધી રૂ.299 તથા 2500 કિલોમીટર સુધી 399 રાખવામાં આવશે.

આગામી ત્રણ મહિનામાં આ અંગે પ્રાથમિક ધોરણે મુંબઇથી દિલ્હી તથા દિલ્હીથી કોલક્તા દાડાવવામાં આવશે એવું તેમણે કહ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati