Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટમાં જમીનના હેતુફેર કરી પૂર્વ CM રૂપાણી અને ભાજપના નેતાઓનું 500 કરોડનું કૌભાંડ : કોંગ્રેસ

રાજકોટમાં જમીનના હેતુફેર કરી પૂર્વ CM રૂપાણી અને ભાજપના નેતાઓનું 500 કરોડનું કૌભાંડ : કોંગ્રેસ
, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (10:12 IST)
રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી ગુજરાતના માજી મુખ્યમંત્રી અને રાજકોટ-2ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી તેમજ સુપર સીએમ તરીકે ઓળખાતા નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડાએ કર્યો છે. તેઓએ એવી પણ માંગ કરી છે કે, ભાજપના મળતિયા બિલ્ડર્સ તેમજ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે અને પોતાના ગજવા ભરવા માટે કૌભાંડ કરાયું છે તેની સીબીઆઈ મારફતે તપાસ કરવામાં આવે તો શહેરી વિકાસ મંત્રાલય અને રૂડાના કેટલાક અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.કોંગ્રેસના નેતાઓએ મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સહારાની પેટા કંપની સહારા ઈન્ડિયા હોમ કોર્પોરેશન (લખનઉ)ની ટાઉનશિપ બાંધવા માટે રાજકોટની બાજુમાં મોટી જગ્યા ઉપલબ્ધ હતી.કોંગ્રેસના સમગ્ર આક્ષેપ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટર પર પ્રતિક્રિયા આપી બચાવ કર્યો હતો કે, 500 કરોડ તો શું 5 કરોડનું પણ કૌભાંડ આચર્યું નથી. તેમણે ખુલાસો કર્યો હતો કે રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે રેસિડેન્સિયલ ઝોનની જમીન ઈન્ડસ્ટ્રીયલમાં ફેરવી છે. જો કૃષિ હેતુની જમીન ઔદ્યોગિક હેતુ માટે ફેરવાય તો જમીનના ભાવ વધે. રેસિડેન્સિયલના ભાવ ઔદ્યોગિક કરતા તો વધારે હોય છે તેથી રેસિડેન્સિયલમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોન ફેરબદલ ગડબડ ન ગણી શકાય. તેઓએ કહ્યું કે, ‘મેં ક્યારેય ખોટું કર્યું નથી. એટલે કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું’આ કંપનીની વિવિધ સ્કીમમાં રોકાયેલા નાણાં અને પ્લોટિંગના નામે ઉઘરાવેલી રકમ પરત અપાવવાના બદલે તેમજ સમગ્ર જમીન શ્રીસરકાર કરવાના બદલે આ જમીનમાં ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજના આગ્રહના કારણે હેતુફેર કરીને 500 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ માટે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના કાર્યક્ષેત્રમાં આવતા આણંદપર (નવાગામ) અને માલિયાસણ ગામના જુદા જુદા 20 રેવન્યૂ સરવે નંબરની 5,37,240 વાર (111-06 એકર) જમીન હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે પ્રવાસીઓને અમદાવાદમાં મળશે એસી લાઉન્જની સેવા, મફત વાઇ-ફાઇથી માંડીને બીજું ઘણુ બધુ