ઈલેકટ્રોનિકની મોટી કંપની પેનાસોનિક ઈન્ડિયા આગામી ત્રણ વર્ષમાં ભારતમાં 300 મિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આગામી ત્રણ વર્ષમાં ભારતમાં વધુ ફેકટરીઓ શરૂ કરવાની પણ તે યોજના ધરાવે છે.
કંપનીના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાં પાંચ ફેકટરીઓ અમે ધરાવીએ છીએ અને ત્રણ વર્ષમાં વધુ કેટલીક ફેકટરીઓ શરૂ કરવામાં આવશે. અન્ય બજારોમાં જયારે મંદી પ્રવર્તી રહી છે ત્યારે આવા સમયનો લાભ લેવા ભારતીય બજારમાં અમે મોટાપ્રમાણમાં મૂડીરોકાણ કરીશું.