Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગૂગલ ડૂગલમાં આજે અમદાવાદના અનસૂયા સારાભાઈ... જાણો કોણ હતી...

ગૂગલ ડૂગલમાં આજે અમદાવાદના અનસૂયા સારાભાઈ... જાણો કોણ હતી...
, શનિવાર, 11 નવેમ્બર 2017 (11:15 IST)
ગૂગલે 11 નવેમ્બર માટે પોતાના ડૂડલ પ્રસિદ્ધ સામાજીક કાર્યકર્તા અનસૂયા સારાભાઈને સમર્પિત કર્યુ છે. તેમણે વણકરો અને ટેક્સટાઈલ ઉદ્યોગના મજૂરોના હકની લડાઈ માટે 1920માં મજૂર મહાસંઘ સંઘની સ્થાપના કરી હતી જે ભારતના ટેક્સટાઈલ મજૂરોનુ સૌથી મોટુ જૂનુ યૂનિયન છે. 
 
શરૂઆતી જીવન અને શિક્ષા 
 
અનસૂયાનો જન્મ 11 નવેમ્બર 1885ના રોજ અમદાવાદમાં સારાભાઈ પરિવારમાં થયો.. તેમના પિતાનુ નામ સારાભાઈ નએ માતાનુ નામ ગોદાવરીબા હતુ. તેમનો પરિવાર ખૂબ સંપન્ન હતો કારણ કે તેમના પિતા ઉદ્યોગ પતિ હતા. જ્યારે તેઓ નવ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનુ નિધન થઈ ગયુ. ત્યારબાદ તેમના ભાઈ અંબાલાલ સારાભાઈ અને નાની બહેનને એક કાકા પાસે રહેવા માટે મોકલી દેવામાં આવ્યા હતા.  13 વર્ષની વયે તેમનો બાલ વિવાહ થયો જે સફળ ન રહ્યો. પોતાના ભાઈની મદાદથી તેઓ 1912મં મેડિકલની ડિગ્રી લેવા માટે ઈગ્લેંડ નીકળી ગયા પણ પછી લંડન સ્કૂલ ઓફ ઈકનોમિક્સમાં જતા રહ્યા. 
 
રાજનીતિક કેરિયર 
 
ભારત પરત આવ્યા પછી તેમણે મહિલાઓ અને સમાજના ગરીબ વર્ગની ભલાઈ માટે કામ કર્યુ. તેમને એક સ્કૂલ ખોલી. જ્યારે તેમને 36 કલાકની શિફ્ટ પછી થાકીને ચુર થઈ ચુકેલી મિલની મહિલા મજૂરને ઘર પરત ફરતે જોઈ તો તેને મજૂર આંદોલન કરવાનો નિર્ણય કર્યો.  તેમણે 1913માં અમદાવાદમાં હડતાલ દરમિયાન ટેક્સસ્ટાઈલ મજૂરોને સંગઠિત કરવામાં મદદ કરી. તે 1918માં મહિના ભર ચાલેલી હડતાલમાં સામેલ હતી. વણકર પોતાની મજૂરીમાં 50 ટકા વધારોની માંગ કરી રહ્યા હતા પણ તેમને ફક્ત 20 ટકા વધારો આપવામાં આવ્યો હતો. જેનાથી અસંતુષ્ટ થઈને વણકરોએ હડતાલ ચાલુ રાખી હતી. ત્યારબાદ ગાંધીજીએ પણ મજૂરો તરફથી હડતાલ કરવી શરૂ કરી દીધી અને છેવટે મજૂરોને 35 ટકા વધારો મળ્યો..  ત્યારબાદ 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. 
 
અનસૂયાને લોકો પ્રેમથી મોટાબેન કહીને બોલાવતા હતા... અનસૂયાનુ નિધન 1972માં થયુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Whatsapp એકાઉંટને આ રીતે કરો delete