Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

World Health Day Quotes - વિશ્વ આરોગ્ય દિવસ પર ગુજરાતી ક્વોટ્સ

world heath day quotes
, રવિવાર, 7 એપ્રિલ 2024 (00:15 IST)
સારા સ્વાસ્થ્યને આપણે ખરીદી શકતા નથી પણ તેને વ્યાયામ, યોગ અને સંતુલિત આહાર દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. ખુદને સ્વસ્થ્ય રાખવામાં આત્મનિયંત્રણનુ મહત્વપૂર્ણ યોગદાન છે. 
 
સારા સ્વાસ્થ્યનો મતલબ શારેરિક, માનસિક અને સામાજીક રૂપથી મજબૂતી છે. 
 
સારુ સ્વાસ્થ્ય અને સારી સમજ સૌથી મોટુ ધન છે. 
 
બધુ હોવા છતા પણ જો મનુષ્ય તંદુરસ્ત નથી તો સમજો કે તેની પાસે કશુ જ નથી 
 
સારુ સ્વાસ્થ્ય આંતરિક શક્તિ, શાંત મન અને આત્મવિશ્વાસ લાવે છે જે ખૂબ મહત્વપૂર્ણ છે. 
 
Quotes on World Health Day in Gujarati 
 
- જે એવુ વિચારે છે કે તેમની પાસે કસરત કરવાનો સમય નથી તેમને વહેલા મોડા માંદા પડવાનો સમય કાઢવો પડશે. 
 
- જે માણસ સારા સ્વાસ્થ્યનો આનંદ માણે છે તે સૌથી અમીર માણસ છે, ભલે તે આ વાત જાણતો ન હોય.
 
- સ્વાસ્થ્ય એ સંપત્તિ જેવું છે, આપણે તેની સાચી કિંમત ત્યા સુધી નથી સમજાતી જ્યા સુધી  આપણે તેને ગુમાવી ન દઈએ 
 
- સમયસર સૂવું અને સમયસર ઉઠવું તમને સ્વસ્થ બનાવે છે.  વ્યક્તિને સ્વસ્થ રાખવામાં તેની દિનચર્યા મહત્વનો ભાગ ભજવે છે.
 
- જો તમે સવારે જલ્દી ઉઠો છો તો ચોક્ક્સ જ તમે તમાર સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો. 
 
વિશ્વ સ્વાસ્થ દિવસ પર અણમોલ વિચાર 
 
- સ્વાસ્થ્યની કિમંત ત્યા સુધી નથી થતી જ્યા સુધી બીમારીથી લોકો ધેરાય જતા નથી 
- જો તમને જીવનમાં સફળ થવુ છે તો સ્વસ્થ થવુ ખૂબ જરૂરી છે. 
- જે પૈસા કમાવવા માટે સ્વાસ્થ્યને ગુમાવી દે છે તેણે પછી સ્વાસ્થ્ય માટે પૈસ ગુમાવવા પડે છે. 
- તમે પૈસાથી મોંઘી દવા ખરીદી શકો છો પણ ક્યારેય પણ સારુ સ્વાસ્થ્ય નથી ખરીદી શકતા. 
- દવાથી ફક્ત જીવનમાં બીમારી દૂર કરી શકાય છે પણ આયુ ક્યારેય વધારી શકાતી નથી. 
 
World Health Day Quote in Gujarati
 
- જો તમારી અંદર ઈચ્છા શક્તિ છે તો તમે ખુદને સ્વસ્થ રાખી  શકો છો. 
 
-  આરોગ્ય એ જીવનનો સાર છે.
 
-  જ્યારે તમે બીમાર હોય અને પથારીમાં હોય ત્યારે સ્વાસ્થ્યનું મહત્વ જાણી શકાય છે.
 
-  જો તમે તમારા ખોરાક પર નિયંત્રણ રાખતા નથી, તો તમારું તમારા સ્વાસ્થ્ય પર કોઈ નિયંત્રણ નથી.
 
-  દરેક માણસ પોતાના સ્વાસ્થ્યનો લેખક છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમારું મોઢું હંમેશા સુકાયેલું રહે છે અને તરસ લાગતી રહે છે તો ગરમી ઉપરાંત આ કારણ પણ હોઈ શકે