Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ખરીદી દુનિયાની સૌથી મોંઘી કાર, કિમંત જાણીને ચોંકી જશો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ખરીદી દુનિયાની સૌથી મોંઘી કાર, કિમંત જાણીને ચોંકી જશો
તુરિન. , મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (15:12 IST)
પુર્તગાલના સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ પોતાની કારનુ કલેક્શનમાં એક વધુ કાર, બુગાતી સેંટોડિએસી (Bugatti Centodieci)ને સામેલ કરી લીધો છે.  ઈટાલિયન ક્લબ જુવેંતસના સ્ટાર સ્ટ્રાઈકર રોનાલ્ડોએ ઈસ્ટાગ્રામ પર પોતાની નવી કાર સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમા તેમણે લખ્યુ, તમે દ્રશ્ય પસંદ કરો. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ દુનિયાની સૌથી મોંઘી કાર છે અને તેની કિમંત 75 કરોડ રૂપિયા છે.  આ સીમિત સંખ્યામાં જ મળે છે. 
 
પુર્તગાલ ફુટબોલર અને ઈટેલિયન લીગ સીરી એ મે યુવેંટ્સ માટે રમનારા રોનાલ્ડોએ ઈંસ્ટાગ્રામ પર આ કાર સાથે પોતાની એક શર્ટલેસ ફોટો શેયર કરી છે. કારની ડિલીવરી રોનાલ્ડોને 2021 સુધી જ મળી શકશે. 
 
 બુગાતીની  La Voiture Noire નો ફેંચમાં મતલબ થાય છે કાળી કાર.  La Voiture Noire અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પોર્ટ્સ કાર છે. તેમા એ જ એન્જિન લાગ્યુ છે જે શિરૉન સ્પોર્ટમાં આવે છે.  તેમા 8.0 લીટરનુ ક્વૉદ ટર્બોચાર્જ્ડ  W16 એંજિન લાગ્યુ છે, જે 1500 પીએસની પઆવર અને 1600 એનએમનુ ટાર્ક આપે છે. માત્ર 2.4 સેકંડમાં કાર 0 થી 60 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે.  બીજી બાજુ તેની ટૉપ સ્પીડ 380 કિમી પ્રતિ કલાક છે. 
 
La Voiture Noire ને 1930માં બનેલ બુગાતી ટાઈપ સી57 એસસીને રિકોલ કરતા બનાવ્યુ છે. આ કારના થોડાક જ મૉડલ્સ છે અને તેને  La Voiture Noire એટલે કે સિંપલી બ્લેક કહેવામાં આવે છે. આ કારમાં હૈડક્રાફ્ટેડ કાર્બન ફાઈબર બૉડી વર્ક કરવામાં આવ્યુ છે. 
 
રિપોર્ટ્સ મુજબ ભારતમાં આ કારની અસલ કિમંગ લગભગ 87.6 કરોડ રૂપિયા છે, અને ટેક્સ લગાવ્યા પછી ઑન રોડ કિમંત 133 કરોડ રૂપિયા થઈ જશે. જેમા લગભગ 45 કરોડ  રૂપિયાનો ટેક્સ પણ સામેલ છે.  
 
રોનાલ્ડોએ ગયા વર્ષે 21.5 લાખ પાઉંડ ખર્ચ કરીને બુગાતી શિરૉન ખરીદી હતી. બીજી બાજ તેના ગેરેજમાં મર્સિડીઝ સી ક્લાસ સ્પોર્ટ કૂપ, એસ્ટન માર્ટિન, લૈમ્બોર્ગિની એવેંટાડોર એલપી 700-4, મૈકલૉરેન એમપી4 12સી, બેંતલે કૉટિનેંટલ જીટીસી સ્પીડ, રોલ્સ રૉયસ ફૈટમ અને ફરારી 599 જીટીઓ જેવી કારનો સમાવેશ છે. 
 
ફરારી 599 જીટીઓ કાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને કૈપ્ટન કૂલના નામથી જાણીતા મહેંદ્ર સિંહ ધોની પાસે પણ છે. ફરારી 599 જીટીઓમાં 6.0 લીટરનુ વી12 એંજિન લાગેલુ છે,  જે 665 હોર્સ પાવર અને 620 એનએમને ટૉર્ક આપે છે અને આ કારની ટૉપ સ્પીડ 335 કિમી/કલાક છે.  આ કારની કિમંત 2.65 કરોડ રૂપિયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

You choose the view


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત કોરોનાનો મૃત્યુઆંક 2500ને પાર કરનાર દેશનું પાંચમું રાજ્ય બન્યું