Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

NGTનું મોટુ એલાન, દેશભરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ, 25,000નો દંડ થઈ શકે છે

NGTનું મોટુ એલાન, દેશભરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ,  25,000નો દંડ થઈ શકે છે
નવી દિલ્હી. , શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (10:19 IST)
રાષ્ટ્રીય હરિત અધિકરણે આજે એક મહત્વપૂર્ણ આદેશમાં દેશભરમાં ખુલ્લામાં કચરો સળગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો અને મોટા પાયા પર કચરો સળગાવવાની દરેક ઘટના પર 25,000 રૂપિયાના દંડની જાહેરાત કરી. રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) પ્રમુખ ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ, "અમે સ્પષ્ટ રૂપે લૈંડફિલ સ્થળો સહિત જમીન પર ખુલ્લામાં કચરો સળગાવવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધનો આદેશ આપીએ છીએ." 
 
પીઠે કહ્યુ કે આ પ્રકારની કોઈ પણ ઘટના માટે જવાબદાર વ્યક્તિનો નિકાસને સાધારણ રૂપે કચરો પ્રગટાવવા માટે 5,000 અને મોટા પાયા પર કચરો પ્રગટાવવા માટે  25,000 રૂપિયાના પર્યાવરણ દંડ આપવો પડશે.  બધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઠોસ કચરો પ્રબંધન નિયમો, 2016ના લાગૂ કરવાનો આદેશ આપતા હરિત પેનલે પર્યાવરણ મંત્રાલય અને બધા રાજ્યોમાંથી છ મહિનાની અંદર પૉલીવિનાઈલ ક્લોરાઈડ(પીવીસી)  અને ક્લોરીનયુક્ત પ્લાસ્ટિકને પ્રતિબંધિત કરવાના સંબંધમાં જરૂરી દિશા-નિર્દેશ રજુ કરવા માટે કહ્યુ. અલમિત્રા પટેલ અને અન્યની અરજી પર એનજીટીનો આ નિર્ણય આવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નજીબ જંગે દિલ્હીના ઉપરાજ્યપાલના પદ પરથી આપ્યુ રાજીનામુ