Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચીન આખરે શા માટે નહી રમતું ક્રિકેટ? આ ત્રણ કારણ જાણીને હેરાન થઈ જશો

ચીન આખરે શા માટે નહી રમતું ક્રિકેટ? આ ત્રણ કારણ જાણીને હેરાન થઈ જશો
, સોમવાર, 13 મે 2019 (12:11 IST)
ટેક્નોલોજીની બાબતમાં તો ચીન દુનિયાભરના ઘણા દેશોથી ખૂબ આગળ છે. વૈશ્વિક રમતમાં ચીન ખૂબ રૂચિ રાખે છે પણ ક્રિકેટની બાબતમાં આ દેશ એક્દમ ફિસડ્ડી છે. આ દેશ ના તો ક્રિકેટ રમે છે અને ના અહીંના લોકો આ રમતને પસંદ કરે છે. પણ શું તમે તેનો કારણ જાણો છો? 
webdunia
હકીકતમાં ચીન હમેશાથી ઓલંપિકનો સમર્થક રહ્યું છે અને ઓલંપિકમાં થતા રમત માટે તે મેહનત પણ કરે છે. આ કારણે ચીનના ખેલાડી હમેશા  ઓલંપિકમા સૌથી વધારે મેડલ જીતે છે. કારણકે ક્રિકેટ ઓલંપિકનો ભાગ નથી તેથી આ દેશ આ રમતને ખાસ મહ્ત્વ નહી આપે છે. 
webdunia
ચીનના ક્રિકેટ ન રમવાના પાછળ બીજું કારણ છે અંગ્રેજો દ્વારા ચીનનો ઉપનિવેશ ક્યારે નહી કરાયું. જે દેશ ક્રિકેટ રમે છે તે ક્યારે ન ક્યારે બ્રિટિશ ઉપનિવેશના ભાગ રહ્યા છે. અહીં ભલે ક્રિકેટ ન રમાય પણ ચીનના લોકોને બેડમિંટન, ટેબલ ટેનિસ જેવા રમતોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ રમત ઓલંપિકનો ભાગ છે. 
 
કારણકે ક્રિકેટ વૈશ્વિક રમત નથી. આ દુનિયાના કેટલાક દેશમાં જ રમાય છે. જ્યારે ચીન રમતના માધ્યમથી દુનિયાભરમાં તેમની છાપ મૂકે છે. આ પણ એક કારણ છે કે ચીનના લોકોને ક્રિકેટ કઈક ખાસ પસંદ નથી. 
 
પણ હવે આઈસીસી ક્રિકેટને વધારો આપવા માટે ચીનમાં પણ પ્રચાર-પ્રસાર કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી મહીનામાં ટી-20 ટૂર્નામેંટ કરાવ્યું હતું જેમાં ચીનની મહિલા ટીમએ પણ ભાગ લીધું હતું. પણ મેચમાં તેને એક શર્મનાક રેકાર્ડ બનાવી દીધુ હતું જેને કોઈ પણ ક્રિકેટ ટીમ તોડવા નહી ઈચ્છશે. 
 
હકીકતમાં બેંકાકમા રમેલા ટી-20 ક્રિકેત ટૂર્નામેંટમાં ચીનની મહિલા માત્ર 14 રન પર આઉટ થઈ ગઈ હતી. મહિલા અને પુરૂષના હિસાબથી આ કોઈ પણ અંતરરાષ્તટ્રીય મેચનો ન્યૂનતમ સ્કોર છે. ચીનના  આ મેચ સંયુક્ત રબ અમીરાતની સામે રમ્યું હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજારમાં વેચાણ માટે મુકેલો ખાતરનો જથ્થો પરત ખેંચાશે, વેચાણ અચોક્કસ મુદત માટે બંધ