Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટમાં સગીરાની હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, 727 દિવસ બાદ પરિવારને ન્યાય મળ્યો

rajkot news
, સોમવાર, 13 માર્ચ 2023 (18:45 IST)
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બહુ ચર્ચિત સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં આખરે પરિવારને ન્યાય મળ્યો છે. 2021માં સગીરાને 34 જેટલા છરીના ઘા ઝીંકી આરોપી જયેશ સરવૈયાએ હત્યા કરી હતી. આ કેસમાં ગત સાત તારીખના રોજ રાત્રે 12:00 વાગે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. ત્યારબાદ આજે જેતપુર સેશન્સ કોર્ટના જજ આર.આર ચૌધરીએ આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામે 16 માર્ચ 2021 ના રોજ ધોરણ 11 માં અભ્યાસ કરતી સૃષ્ટિ રૈયાણીની હત્યા કરી નાખવામાં આવી હતી. 34 જેટલા છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સાથે જ તેના ભાઈ હર્ષ રયાણીને પણ છરીના પાંચ જેટલા ધા ઝીંક્યા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગુજરાતના વિવિધ રાજ્યોમાં સૃષ્ટિ રૈયાણી નો હત્યા કેસ ફાસ્ટ એક કોર્ટમાં ચલાવવા માંગ પણ ઊઠી હતી.જે તે સમયે કોંગ્રેસના રહેલા હાર્દિક પટેલ તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સીઆર પાટીલ તેમજ ગુજરાતના કેબિનેટ પદે રહેલા અને હાલના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ગૃહ મંત્રી સહિતના નેતાઓને આરોપીને કડક સજા થાય તે માટે રજૂઆત કરી હતી.

આ સમગ્ર મામલે આખરે આજે આરોપીને કોટે આજીવન સજા ફટકારી હતી. ગત સાત તારીખે આરોપીની જયેશ સરવૈયાને રાત્રે 12:00 વાગે દોશી જાહેર કર્યો હતો અને ત્યારબાદ તેઓને આજે સેશન કોર્ટના જજ આર. આર ચૌધરીએ આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. સમગ્ર કેસ મામલે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં ફેશિયલ પબ્લિક પપ્રોસિક્યુટર તરીકે શરૂઆતથી જનક પટેલની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે જનક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી નજરે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ નિર્ભયા કેસ કરતા પણ ખૂબ જ ગંભીર અને દર્દનાક છે. કોર્ટમાં અમે તબિયત પાસે પુરાવાર કરાવ્યું છે કે સૃષ્ટિ રૈયાણીને તને યાદ આવે મારવામાં આવેલ એક એક ઘા કોઈપણ વ્યક્તિનું મૃત્યુ નીપજાવા માટે સક્ષમ હતા. આમ જયેશ સરવૈયા દ્વારા મને માત્ર એક જ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. પરંતુ 34 જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે. આ કેસ ટ્રાયલ દરમિયાન 51 શહીદોની જુબાની લેવામાં આવી છે. પરંતુ એક પણ સાહેદ હોસ્ટાઇલ થયેલ નથી. જે તે સમયે પોલીસ દ્વારા કોર્ટમાં 200 થી 216 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. આરોપીએ પુનાના કામે છરી વાપરી હતી તે તેને હત્યાના 12 દિવસ અગાઉ ચોટીલા ખાતે આવેલા મહાકાળી નામની દુકાનમાંથી ખરીદી કરી હતી. જે દુકાનેથી છરી ખરીદી કરી હતી. તે દુકાન સંચાલક ચીમનભાઈ પણ આ ગુનાના કામે કોર્ટમાં હાજર રહી પોતાની ઝૂબાની આપી ચૂક્યા છે. આમ કોર્ટમાં પણ તે બાબતે સ્વસ્થ થઈ ગઈ હતી કે જયેશ સરવૈયાએ હત્યા કરવા માટે આગતરું આયોજન કરવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટી બહેને વરરાજાને જોઈને લગ્ન કરવાની ના પાડી તો નાની 16 વર્ષની પુત્રીના 45 વર્ષના વ્યક્તિ સાથે કરાવ્યા લગ્ન