Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોવિડ-19 સંક્રમણ દરમિયાન તમને બીમારીથી આ રીતે બચાવશે તાંબાના વાસણ

કોરોનાથી બચવા શરૂ કરી દો તાંબાના વાસણ ઉપયોગ, રસોઈને રાખે છે કીટાણુ મુક્ત

કોવિડ-19 સંક્રમણ દરમિયાન તમને બીમારીથી આ રીતે બચાવશે તાંબાના વાસણ
, શુક્રવાર, 22 મે 2020 (19:49 IST)
લોકો કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં લોકો ઘરમાં જ રહે છે. એવામાં ઘરમાં રહેતા જેટલી હેલ્ધી વસ્તુઓ કરી લો એટલુ સારુ છે.  જો તમે ઘરમાં છો તો તમારા જૂના તાંબાનાં વાસણો કાઢીને તેનો ઉપયોગ કરવો શરૂ કરી દો. પહેલાના સમયમાં રસોઈ બનાવવાથી લઈને જમવા માટે તાંબાના વાસણ જ જોવા મળતા હતા. અને તેને કારણે લોકોને બીમારીઓ પણ ઓછી થતી હતી. આ વાસણોમાં રસોઈ બનાવવી પણ આરોગ્ય માટે ખૂબ લાભકારી રહે છે. 
 
આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે કૉપર એટલે કે તાંબાના વાસણનુ પાણી પીવુ આરોગ્ય માટે લાભકારી છે. તેના પાણીના સેવનથી શરીરનો ઝેરીલો પદાર્થ બહાર નીકળી જાય છે અને અનેક બીમારીઓ સહેલાઈથી ખતમ થઈ જાય છે. તાંબુ જલ્દી તાપમાનમાં ફેરફાર પર પ્રતિક્રિયા આપે છે અને રસોઈ બનાવવા માટે એક શાનદાર વિકલ્પ હોઈ શકે છે.  કોરોના વાયરસને કારણે ક્વૉરેંટીનમાં છો તો રસોડામાં તાંબાના વાસણનો ઉપયોગ ખૂબ લાભકારી હોઈ શકે છે.  કોપર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા અને નવા કોષોના ઉત્પાદનમાં મદદ કરવા માટે જાણીતું છે.
 
રસોડામાં તાંબાનાં વાસણોનો ઉપયોગ તેના ઘણા  ગુણધર્મોને કારણે ફાયદાકારક છે. તે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઇરલ ગુણધર્મો માટે જાણીતું છે. તાંબુ જખમોને ઝડપથી મટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તાંબાનાં વાસણોમાં રાંધેલા ખોરાક ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે, જેનાથી કિડની અને લિવર સ્વસ્થ રહે છે. 
 
જર્નલ ઓફ હેલ્થ, પોપ્યુલેશન એન્ડ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે તાંબુ ખોરાકમાં રહેલા વાયરસ અને બેક્ટેરિયા સાથે પ્રતિક્રિયા કરીને  તેમને મારી શકે છે. એટલે કે, રસોડામાં કેટલાક તાંબાનાં વાસણો એક મોટા  રોગાણુરોધી તરીકે કાર્ય કરી શકે છે. તાંબાનાં વાસણો કેટલા જૂના અથવા ઓક્સિડાઇઝ્ડ છે, આ વાસણોમાં ખોરાક રાખીને અને રાંધવાથી ખોરાક સૂક્ષ્મજંતુ મુક્ત થઈ શકે છે
 
 તાંબાના વાસણોમાં રસોઈ બનાવવાથી તેમાં રહેલ તાંબુ પણ ખોરાક સાથે મળીને  શરીરમાં જાય છે અને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. 
 
તાંબુ એ મનુષ્ય માટે જરૂરી ખનિજોમાંનું એક છે. તાંબુ શરીરમાં કોલેજન જે એક પ્રકારનું પ્રોટીન છે તે બનાવવામાં મદદ કરે છે, અને આયર્નને શોષી લે છે, જેથી ઊર્જા ઉત્પાદનનું કાર્ય સહેલાઈથી થઈ શકે  છે. તાંબાના વાસણમાં રાંધેલો ખોરાક  ખાવાથી સાંધાનો દુખાવો અને સોજાની પરેશાની ઓછી થાય છે.
 
જ્યારે પણ તાંબાના વાસણમાં રસોઈ બનાવી રહ્યા હોય તો ચાલુ કરતા પહેલા વાસણમાં હંમેશા ભોજન જરૂર મુકો. પૈનના તલને ઢાંકવા માટે પર્યાપ્ત ભોજન વધુ તરલ હોવુ જોઈએ. ભોજનને બળવાથી બચાવવા માટે હંમેશા રસોઈને ઓછા તાપ પર પકવો. તમારા હાથ વડે વાસણ સાફ કરવા માટે એક સૌમ્ય સાબુનો પ્રયોગ કરો. તાંબાના વાસણમાં સ્પંજ કે ટુવાલનો પ્રયોગ ન કરશો. વૈકલ્પિક રૂપથી તાંબાના વાસણને સાફ કરવા માટે બેકિંગ સોડા અને પાણીનો ઉપયોગ કરીને પણ જોઈ શકો છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આરોગ્ય માટે જરૂરી ટીપ્સ જાણી લો એક વાર