આપ સૌ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિ ઘરમાં લાવો છો અને માનતા મુજબ કોઈપણ દિવસે કે અંતિમ દિવસે તેનુ વિસર્જન કરો છો. આ દિવસો દરમિયાન કેટલક ઉપાય કરી આપ ગણેશજીની વિશેષ કૃપા મેળવી શકો છો.
ગણેશ ચતુર્થીના ઉપાય
1. કોઈ ગણેશ મંદિરમાં દર્શન કર્યા પછી ગરીબોને કપડા, ફળ અનાજ વગેરેનુ દાન કરો. દાન કરવાથી શ્રીગણેશ પોતાના ભક્તોથી પ્રસન્ન થાય છે.
2 ધન પ્રાપ્તિ માટે તમે સવારે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શ્રીગણેશને ધુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો. પછી તે ઘી અને ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યા દૂર થઈ જશે.
3. કાર્ય સિદ્ધિ માટે બ્રાહ્મણ પૂજા કરીને ગોળ, આખા ધાણા, ઘી વગેરે દાન કરવાથી ધન પ્રાપ્તિ થાય છે.
4. ગોળમાં દુર્વા લગાવીને બળદને ખવડાવવથી રોકાયેલુ ધન પ્રાપ્ત થાય છે.
5. ગણેશ ચતુર્થી દરમિયાન આપ જેટલા દિવસ ગણેશજી બેસાડો એટલા દિવસ દરમિયાન ગણેશજીને દુર્વા, મોદક, ગોળ ફળ માવા મિઠ્ઠાન્ન વગેરે અર્પણ કરો. આવુ કરવાથી ભગવાન ગણેશ બધી મનોકામના પૂરી કરે છે.