Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજથી અમેરિકાના ન્યૂ જર્સી ખાતે શરુ થયો ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

આજથી અમેરિકાના ન્યૂ જર્સી ખાતે શરુ થયો ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ
, શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (15:43 IST)
1985 પહેલાં આપણી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, નરેશ કનોડિયા, કિરણ કુમાર, આશા પારેખ, સંજીવ કુમાર, સ્વ.રીટાભાદુરી, અરુણા ઈરાની જેવા અભિનેતાઓએ પોતાના અભિનય દ્વારા આપણી ગુજરાતી ફિલ્મોને દિપાવી દીધી હતી. આ લોકોનો અભિનય આજે પણ એટલો જ મનોરમ્ય છે. ત્યારે ફરીવાર લાંબાસમય બાદ આજે ફરીવાર ગુજરાતી ફિલ્મોએ વિશ્વભરમાં કાઠું કાઢ્યું છે. ત્યારે આજે ફરીવાર આપણી ફિલ્મો વિશ્વ ફલક પર રજુ થઈ છે. તા. 3થી5 ઓગષ્ટ દરમિયાન અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટીવલમાં જ્યુરી તરીકે ગુજરાતી ફિલ્મોની મશહૂર અભિનેત્રી અરુણા ઈરાની, જાણીતા બોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શક ઉમેશ શુક્લા કે જેમણે ઓએમજી, 102 નોટ આઉટ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. ગુજરાતના જાણીતા લેખક જય વસાવડા અને મધુરાય જ્યુરી તરીકે છે. અમેરિકા ખાતેના ન્યૂ જર્સી ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં અનેક ફિલ્મો રજુ થવાની છે. જેમાં ખાસ કરીને જોઈએ તો, ચલમન, રેવા, નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ફિલ્મ ઢ, ચિત્કાર, રતનપુર, સુપરસ્ટાર જેવી ફિલ્મો રજુ થશે. હવે પછીના વર્ષે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ લોસ એન્જલસ અમેરામાં યોજાશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે. આજથી આ ફેસ્ટિવલ શરુ થયો છે જેમાં ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી અને શોર્ટ ફિલ્મોનું ભરપુર મનોરંજન પીરસવામાં આવશે. દિગ્દર્શક ઉમેશ શુક્લા અને જાણિતા લેખક જયવસાવડાએ ગુજરાતીઓને વિનંતી કરી હતી કે તેઓ પોતાની ભાષાની ફિલ્મોને માણે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Friendship Day: આ 5 ફિલ્મી ડાયલોગથી તમારી મિત્રતા થઈ જશે વધારે પાકી