Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

RCBની હાર માટે આ ખેલાડી છે જવાબદાર, ફૈંસએ આપી રિટાયર થવાની સલાહ

RCBની હાર માટે આ ખેલાડી છે જવાબદાર, ફૈંસએ આપી રિટાયર થવાની સલાહ
, ગુરુવાર, 27 એપ્રિલ 2023 (06:46 IST)
IPL 2023: IPL 2023ની 36મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા. જવાબમાં RCBની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 179 રન જ બનાવી શકી હતી. હવે હાર બાદ આરસીબીના ફેન્સ ટીમના એક ખેલાડીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

 
આરસીબીનો આ ખેલાડી થઈ રહ્યો છે ટ્રોલ 
આરસીબીની હાર માટે ટીમના અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, કાર્તિક પાસેથી મેચ ફિનિશિંગ ઇનિંગ્સની અપેક્ષા હતી, તે ફરી એકવાર તે રમવામાં નિષ્ફળ ગયો. તેણે 18 બોલમાં 22 રનની ધીમી ઇનિંગ રમી હતી. આ સમગ્ર સિઝનમાં કાર્તિકનું ફોર્મ ખરાબ રહ્યું છે. જેના કારણે તેને ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો છે. આ વખતે ક્રિકેટ ફૈંસએ  કાર્તિકને રિટાયર થવાની સલાહ પણ આપી છે
આરસીબી ન કરી શકી ચેઝ 
આ મેચમાં RCBની ટીમ 201 રનના લક્ષ્યનો પીછો કરી શકી ન હતી. RCB તરફથી ઓપનિંગ કરવા આવેલા ફાફ ડુ પ્લેસિસ આ મેચમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. અને આ પછી શાહબાઝ અહેમદ (2) પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. આરસીબીની વિકેટોની શ્રેણી અટકી ન હતી અને ગ્લેન મેક્સવેલ 5 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ મહિપાલ લોમરોરે (34) વિરાટ કોહલી સાથે સારી ભાગીદારી કરી. જો કે તેના આઉટ થયા બાદ વિરાટ પણ 54 રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક મેચ પૂરી કરશે તેવી અપેક્ષા હતી પરંતુ આ ખેલાડી પણ 22 રન બનાવીને પરત ફર્યો હતો.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guru Pushya: આજે ગુરુ પુષ્ય પર બની રહ્યો છે અદભુત સંયોગ, આ વસ્તુઓ ખરીદતા જ સુધરશે ભાગ્ય