Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Uttarayan 2020- ઉત્તરાયણના દિવસે રાશિ મુજબ દાન કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે

Uttarayan 2020- ઉત્તરાયણના દિવસે રાશિ મુજબ દાન કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે
, મંગળવાર, 14 જાન્યુઆરી 2020 (11:00 IST)
હિન્દુ પંચાગ મુજબ પોષ મહિનાના શુક્લ પક્ષમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે સૂય્ર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ તહેવાર ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવ્સે કરવામાં આવેલુ દાનનુ ફળ સો ગણુ થઈને દાનદાતાને પ્રાપ્ત થાય છે. 
જ્યોતિષ મુજબ રાશિ મુજબ દાન કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પુર્ણ
થાય છે. તમે પણ જાણો મકર સંક્રાંતિના દિવસે રાશિ મુજબ શુ દાન કરશો..
 
મેષ - જ્યોતિષ મુજબ મેષ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો મકર સંક્રાતિના દિવસે મચ્છરદાની અને તલનું દાન કરે તો તરત જ મનોકામના પુર્ણ થઈ શકે છે.
 
વૃષભ - જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો મકર સંક્રાતિના દિવસે ઉની વસ્ત્ર અને તલનુ દાન કરે તો શુભ રહેશે.
 
મિથુન - જ્યોતિષિયો મુજબ આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકો જો મકર સંક્રાંતિ ના દિવસે તલ અને મચ્છરદાનીનુ દાન કરે તો ખૂબ સારુ રહે છે.
 
કર્ક - જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકો માટે મકર સંક્રાતિ પર તલ.સાબુદાણા અને ઉનનુ દન કરવુ શુભ ફળ આપશે.
 
સિંહ - જ્યોતિષ મુજબ સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. 
મકર સંક્રાંતિના દિવસે આ રાશિના લોકો તલ કંબર અને મચ્છરદાની પોતાની ક્ષમતાનુસાર દાન કરે.
 
કન્યા - જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે તલ. કંબલ. તેલ. અડદ દાળનુ દાન કરો.
 
તુલા - જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો તેલ. કપાસ. વસ્ત્ર. રાઈ. મચ્છરદાનીનુ દાન કરો.
 
વૃશ્ચિક - જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો ગરીબોને ચોખા અને દાળની કાચી ખિચડી દાન કરો સાથે જ પોતાની ક્ષમતા મુજબ ધાબળો પણ.
 
ધન - આ રાશિનો સ્વામી ગુરૂ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે તલ અને ચણાની દાળનુ દાન કરો તો વિશેષ લાભ થવાની શક્યતા બને છે.
 
મકર - જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી શનિ છે. આ લોકો મકર સંક્રાંતિના દિવસે તેલ. તલ. ધાબળો અને પુસ્તકનુ દાન કરે તો તેમની દરેક મનોકામના પુર્ણ થઈ શકે છે.
 
કુંભ - જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે તલ. સાબુ. વસ્ત્ર. કાંસકો અને અન્નનું દાન કરે.
 
મીન - જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી ગુરૂ છે. મકર સંક્રાંતિના દિવસે આ લોકો તલ. ચણા. સાબુદાણા. ધાબળો અને મચ્છરદાનીનુ દાન કરે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

15 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિ - આ દિવસે કરશો આ 5 કામ તો થશો માલામાલ