દિવનો કિલ્લો ગુજરાતના સુલ્તાન બહાદુરશાહ ઝફર તથા પોર્ટુગીઝ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેનું સ્થાપત્ય મુધલશૈલી પર કરાયું છે. આ કિલ્લાના ત્રણેય બાજુ દરિયો છે. તેની એક સાઈડ પર વિશાળ લાઈટ હાઉસ છે. સરકારના આર્કિયોલોજીકલ સરવે ઓફ ઈન્ડિયાના મોન્યુમેન્ટ વિભાગ દ્વારા ભારત દેશમાં કુલ 1૦૦ હેરિટેજને આદર્શ સ્મારક તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. જેમાં દીવના પ્રાચીન કિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કિલ્લાનો હેરિટેજમાં સમાવેશ થતાં દીવ કલેકટર જાનીએ જણાવ્યું હતું કે, કિલ્લામાં દરેક સુવિધાઓ જેવી કે લાઈટ એન્ડ સાઉન્ડ શો, ઓડિયો વીજયુલ સેન્ટર, રેમ્પ, વાઈફાઈ, ટોઈલેટ, પાણી, સાઈન બોર્ડ વગેરે ઉપલબ્ધ થશે.આ કિલ્લાના ગેટ પર અંકિત થયેલ તારીખ ૩૦-૯-૯રર છે હિજરી સન સુચવે છે. હાલ હિજરી સન 1438 ચાલે છે. તે જોતા આ કિલ્લો 516 વર્ષ પ્રાચીન છે. ઈેસ 1536માં આ કિલ્લાનું કામ પૂર્ણ થયું હતુ. કિલ્લાનો હેરિટેજમાં સમાવેશ થતાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળશે. કિલ્લાની બાજુમાં પાર્કીગ સ્થળ છે જયાં ચારસોથી પાચસો ગાડીઓ પાર્ક થઈ શકશે. જેથી ટ્રાફિકને પણ અડચણ નહી રહે.