Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભાજપ સાંસદે ખુલ્લેઆમ કર્મચારીઓને ચોડી દીધો તમચો, વીડિયો થયો વાયરલ

ભાજપ સાંસદે ખુલ્લેઆમ કર્મચારીઓને ચોડી દીધો તમચો, વીડિયો થયો વાયરલ
, શુક્રવાર, 4 નવેમ્બર 2022 (14:30 IST)
રાજસ્થાન અત્યારે ચર્ચામાં છે, એવામાં અહીંના એક સાંસદને થપ્પડ મારવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બીજેપી સાંસદ જાહેરમાં એક કર્મચારીને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે, વાસ્તવમાં ચિત્તોડગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ સીપી જોશીનો આ વીડિયો આ સમયે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
સીપી જોશીએ એક દૈનિક વેતન કામદારને થપ્પડ મારવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કર્મચારી અફીણ લાયસન્સ વિતરણ દરમિયાન ખેડૂતો પાસેથી વસૂલ કરતો હતો, જેના કારણે બીજેપી સાંસદે ગુસ્સામાં તેને થપ્પડ મારી દીધી હતી. આ મામલો મંગળવાર સાંજનો છે.
 
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક ખેડૂતોએ અફીણની ઓફિસમાં વિતરણના લાયસન્સ દરમિયાન વસૂલાત અંગે સાંસદ સીપી જોશીને ફરિયાદ કરી, ફરિયાદ મળ્યા બાદ સીપી જોશી પણ અફીમની ઓફિસે પહોંચ્યા, જ્યારે સીપી જોશી ઓફિસે પહોંચ્યા, ત્યારે આ ઓફિસના અધિકારીઓ, ખેડૂતો અને સમર્થકોથી ભરેલી હતી, પછી રિકવરી પર વાત કરતી વખતે સાંસદ સીપી જોશીએ તે કર્મચારીને બોલાવ્યો જેના પર પૈસા લેવાનો આરોપ હતો, તે કર્મચારીનું નામ ભંવર સિંહ બતાવવામાં આવી રહ્યું છે. 
 
જ્યારે ભંવરસિંહ જ્યાં આવ્યા તો તેમને પૂછવામાં આવ્યું કે તે કેટલા પૈસા લે છે તેના પર તેણે જવાબ આપ્યો પાંચ હજાર. આ સાંભળીને સાંસદ પોતાનો પીતો ગુમાવી બેઠા અને કર્મચારીને જોરદાર તમાચો ઝીંકી દીધો, આ દરમિયાન થપ્પડબાજીનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો, પછી શું જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં નવેમ્બરના પહેલા સપ્તાહમાં રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીની સભાઓ થશે