શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુક્રવારે ત્યા આવવા અને તેમની સાથે વેલેંટાઈન ડે મનાવવનુ આમંત્રણ આપ્યુ છે. CAA અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિક પંજી (NRC) એ પરત લેવાની માંગને લઈને ગયા વર્ષે 15 ડિસેમ્બરથી વિરોધ કરી રહેલ પ્રદર્શનકારી પીએમ મોદી માટે પ્રેમવાળુ એક ગીત અને સરપ્રાઈઝ ગિફ્ટ પણ રજુ કરશે.
પ્રદર્શન સ્થળ પર આ આમંત્રણના પોસ્ટર લગાવાયા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેને પ્રસારિત કરવામાં આવ્યા છે. જેમા લખ્યુ છે પ્રધાનમંત્રી મોદી કૃપા કરીને શાહીન બાગ આવો. તમારુ ગિફ્ટ ગ્રહણ કરો અને અમારી સાથે વાત કરો. શાહીન બાગમાં એક પ્રદર્શનકારી તાસીર અહમદે કહ્યુ કે ભલે પ્રધાનમંત્રી મોદી કે ગૃહમંત્રી અમિત શાહ આવે કે પછી કોઈ અન્ય એ આવી શકે છે અને અમારી સાથે વાત કરે. જો તેઓ અમને સમજાવી દેશે કે જે થઈ રહ્યુ છે તે સંવિધાન વિરુદ્ધ નથી તો અમે અમારુ આ પ્રદર્શન ખતમ કરી દઈશુ.
તેમણે કહ્યુ કે સરકરના દાવા મુજબ CAA નાગરિકતા આપશે ન કે કોઈની નાગરિકતા લેશે પણ કોઈપણ એ નથી બતાવી રહ્યુ કે આ દેશ માટે મદદગાર કેવી રીતે રહેશે.