Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સરકાર ભાજપની અને વાયદા સુરક્ષાના તો પેપર કેમ ફૂટ્યુ? 9 લાખ બેરોજગારોની હતાશાનો જવાબ સરકાર આપી શકશે?

સરકાર ભાજપની અને વાયદા સુરક્ષાના તો પેપર કેમ ફૂટ્યુ? 9 લાખ બેરોજગારોની હતાશાનો જવાબ સરકાર આપી શકશે?
, સોમવાર, 3 ડિસેમ્બર 2018 (12:38 IST)
સમગ્ર રાજ્યમાં રવિવારે લોકરક્ષક ભરતી માટે પરીક્ષા લેવાનાર હતી. પોણા નવ લાખ ઉમેદવારો એક વર્ષથી આ પરીક્ષામાં પાસ થવા મહેનત કરતા હતા પણ પરીક્ષાનો સમય આવ્યો ત્યારે રાજ્ય ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યું કે પેપર લીક થઇ જતાં લોકરક્ષકની પરીક્ષા મોકૂફ રખાઇ છે. એસી ઓફિસમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્ય ભરતી બોર્ડના અધ્યક્ષે બે મિનિટમાં કહી દીધું કે પરીક્ષા મોકૂફ રખાઇ છે. માફી પણ માગી લીધી પરંતુ તેમને ક્યાં ખબર છે કે આ પરીક્ષા માટે ઉમેદવારોએ કેટલી મહેનત કરી છે?
કોઇ ખેડૂતનો દીકરો ખેતરમાં બધા કામ પડતા મૂકીને તો કોઇ શ્રમિકનો દીકરો રૂપિયા ઉછીના લઇને પરીક્ષા આપવા પહોંચ્યો હતો. હોટલમાં રહીને ભાડી ભરીને 200-300 કિ.મી. દૂર પરીક્ષા આપવા ગયા હતા. તેમનો શું વાંકગુનો? એક ઉમેદવારનો ઓછામાં ઓછો એક હજાર રૂપિયા ખર્ચ ગણો તો 8.60 લાખ ઉમેદવારોનો કુલ કેટલો ખર્ચ થાય? તેમને રૂપિયા કોણ ચૂકવશે? મહિના પછી ફરી પરીક્ષા લેવાશે ત્યારે સામાન્ય ઘરના ઉમેદવારો ફરી રૂપિયા ક્યાંથી લાવશે? પરીક્ષા મોકૂફ રહેતાં ઘણા ઉમેદવારો રડી પડ્યા હતા. સૌના મોઢે એક જ સવાલ હતો- અમારો વાંક શું?
સૌથી આઘાતજનક વાત એ છે કે પરીક્ષા મોકૂફ રખાઇ તેની ઉમેદવારોને તો જાણ પણ કરાઇ નહોતી. લોક રક્ષક દળ(LRD)ની પરીક્ષાના પેપર લીક કેસમાં વાયરલેસ પીએસઆઈ પી.વી. પટેલની ધરપકડ સાથે જ ભાજપ અને પોલીસની મિલિભગત સામે આવી છે. બાયડ નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા મનહર પટેલ અને ભાજપમાંથી ચૂંટાયેલા વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરીના નામ બહાર આવ્યા છે. જેને પગલે પોલીસે મુકેશ ચૌધરીની ધરપકડ કરી લીધી છે.

પેપર લીક પ્રકરણમાં આરોપીઓ
1. વડોદરાનો યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી  
2. ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા
3. અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારનો મનહર રણછોડભાઈ પટેલ
4. ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ
5. બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામનો મુકેશ મૂળજીભાઈ ચૌધરી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ,પેકેજિંગથી માંડી સર્ક્યુલેશન પ્રક્રિયામાંથી લીક થતા પેપર