Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

CBI vs CBI - જાણો શુ છે મામલો અને કોણ છે મુખ્ય પાત્ર ?

CBI  vs CBI - જાણો શુ છે મામલો અને કોણ છે મુખ્ય પાત્ર ?
, ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (10:09 IST)
સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને વિશેષ નિદેશક રાકેશ અસ્થાના બંને બે ધ્રુવો પર ઉભા છે. પણ બંને વચ્ચે એક ભૂમધ્ય રેખા પણ છે. જેના પર બંને એકસાથે છે. બંને પર હૈદરાબાદના વેપારી સતીશ બાબૂ સના પાસેથી લાંચ લેવાનો આરોપ છે.  બંને પર મીટ વેપારી મોઈન કુરૈશીને ક્લીન ચિટ આપવા માટે લાંચ લેવાનો આરોપ છે. આ વાત અલગ છે કે આ આરોપ કોઈ બીજાને નહી પણ આ બંનેના એક બીજા વિરુદ્ધ લગાવેલ છે. છેવટે કોણ છે મોઈન કુરૈશી અને સતીષ બાબુ સના ?
 
મોઈન કુરૈશી 
 
કાનપુરના મૂળ નિવાસી મોઈન અખ્તર કુરૈશીનુ નામ દેશના સૌથી મોટા મીટ નિકાસમાં સામેલ કરવામાં આવે છે. તેમણે પોતાનો અભ્યાસ પ્રખ્યાત દૂન શાળા અને દિલ્હીના સેંટ સ્ટીફેંસ કોલેજમાંથી કર્યો છે. તેથી તેના બધા મોટા અને શ્રીમંત લોકો સાથે સંબંધ છે. 1993માં તેમણે રામપુરમાં એક નાનકડો કસાઈવાડો ખોલી લીધો. ત્યારબાદથી પોતાના સંપર્કોના બળ પર તેમણે ભવન નિર્માણ, ફેશન ગારમેંટથી લઈને મીટ નિકાસ વગેરે ક્ષેત્રોની બે ડઝનથી વધુ કંપનીઓ સ્થાપિત કરી લીધી. 
 
તેમની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે. તે પોતાની પુત્રી પર્નિયાના લગ્નમાં પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને બુલાવવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે આ સૂફી ગાયકને હવાઈ મથક પર 56 લાખ રૂપિયા રોકડ પાકિસ્તાન લઈ જવાની કોશિશ કરતા પકડવામાં આવ્યા હતા. જો કે પછી આ મામલો પણ અભરાઈ પર ચઢી ગયો હતો. 
 
તેમાથી સૌથી મોટી કંપની એએમક્યૂ એગ્રો છે જે મીટ નિકાસના કામમાં લાગી છે. 1995માં તેમને દારૂ વેપારી પોંટી ચડ્ઢા સાથે ભાગીદારી કરી હતી પણ 2012માં પોંટીની હત્યા પછી તેમણે તેમના પુત્ર મોંટી સાથે ભાગીદારી તોડી નાખી. તેના મોટાભાગના નિકાસ સઉદી અરબ અને દુબઈમાં થાય છે. આ જ કારણે ભારતમાં કેસ થયા પછી તેણે દુબઈમાં શરણ લઈ લીધુ. ત્યા જ તે મનોજ પ્રસાદ અને સોમેશ પ્રસાદના સંપર્કમાં આવ્યો. 
 
મોઈનના સીબીઆઈના બધા નિદેશકો સાથે સારા સંબંધો છે. વર્માના પૂર્વવર્તી એપી સિંહ અને રંજીત સિન્હા પર મોઈન કુરૈશી દ્વારા લાંચ લેવાની તાપસ સીબીઆઈ જ કરી રહી છે. હવે વર્મા અને અસ્થાના પર પણ કુરૈશી પાસેથી લાંચ લેવાનો આરોપ છે. 
 
વધુ જાણવા માટે આગળ વાંચો 
 

સતીશ બાબૂ સના 
 
સતીશ બબઊ સના આંધ્રપ્રદેશના કાકિંડામાં વીજળી વિભાગના દ્વિતીય શ્રેણી કર્મચારી હતા જે નોકરી છોડીને સારા ભવિષ્યની શોધમાં હૈદરાબાદ જતા રહ્યા. ત્યા તેઓ અનેક રાજનીતિજ્ઞોના સંપર્કમાં આવ્યા અને તેમણે અનેક કંપનીઓ બનાવી લીધી. એવુ કહેવાય છે કે તે બધા દળો દ્વારા વચેટિયાનુ કામ કરવા લાગ્યા હતા અને આ કંપનીઓ કાળા ધનને સફેદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. સાથે જ તેમણે પૂર્વી ગોદાવરી જીલ્લાની ક્રિકેટ સંઘની રાજનીતિમાં પણ સ્થાન બનાવી લીધુ હતુ. 
 
મોઈન કુરૈશી મામલે સૌથી પહેલા તેમનુ નામ પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની તપાસમાં 2015માં આવ્યુ. પણ ગયા વર્ષે રાકેશ અસ્થાનાએ સીબીસીને લખેલ પત્રમાં વર્મા પર સના પાસેથી લાંચ લઈને મોઈન કુરૈશી વિરુદ્દ મામલો કમજોર કરવાનો આરોપ લગાવ્યો. 
 
ઈડી દ્વારા ઓક્ટોબર 2017ના રોજ દાખલ એક મામલાની ચાર્જશીટમાં સનાના નિવેદનોનો ઉલ્લેખ છે. આ એસબીએસ જ્વેલર્સના માલિક સુરેશ ગુપ્તાની જામીન માટેની પ્રક્રિયામાં વાઈએસઆર કોંગ્રેસના નેતા બી. સત્યનારાયણ સાથે દિલ્હી આવ્યા હતા. જ્યા તેમની મુલાકાત કુરૈશી સાથે થઈ.  2015-16માં તત્કાલીન સીબીઆઈ નિદેશ એપી સિંહના કુરેશીના સકહ બ્લૈકબેરી મેસેનજ્ર પર થયેલ વાતચીતમાં અનેકવાર સનાનુ નામ આવ્યુ. 
 
મોહન અને સોમેશ પ્રસાદ 
 
આ બંને ભાઈઓના પિતા દિનેશ્વર સિંહ ભારતની વિદેશમાં જાસૂસી કરનારી એજ6સી રિસર્ચ એંડ એનાલિસિસ વિંગના નિદેશક પદથી રિયાટર થયા હતા. આ જ કારણથી આ બંનેના આઈબી, રૉ, ઈડી, સીબીઆઈ ઈનકમ ટેક્સ જેવી તાપસ સંસ્થાઓમાં બધા ટોચના ઓફિસરો સાથે મધુર સંબંધ રહ્યા. ખુદને રોકાણ સલાહકાર બતાવનારા બંને ભાઈઓનુ મુખ્ય કામ તપાસ એજંસીના ચંગૂલમાં ફસાયેલ બધી મોટી માછલીઓને બચાવવાની તરકીબ લગાવવાની હતી.  બંને ભાઈ પોતાનો ઘણો સમય દુબઈમાં વિતાવતા હતા જ્યા તેમને પોતાનો સારો એવો પૈસો રોકી રાખ્યો છે. 
 
મોઈન કુરૈશી મામલામાં વચેટિયા સતીષ બાબૂ સનાએ આરોપ લગાવ્યો છે કે મોહન પ્રસાદે તેમને જણાવ્યુ કે તેના રાકેશ અસ્થાના સાથે ખૂબ સારા સંબંધ છે અને પાંચ કરોડ રૂપિયાની લાંચ આપવાથી તે તેને અને કુરૈશીને આ મામલે બચાવી લેશે. સનાનો દાવો છે કે પ્રસાદે તેમની સમએ અસ્થાના સાથે ફોન પર લાંચની વાત પાક્કી કરી દીધી હતી. ત્યારબાદ સનાએ પ્રસાદના સસરાને દોઢ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો દિલ્હીના પ્રેસ ક્લબની પાર્કિંગમાં આપ્યો હતો. 
 
વર્માના ઈશારે મોહન પ્રસાદની ધરપકડ કરવામાં આવી. મોહનને બચાવવા માટે તેમના ભાઈ સોમેશે આસ્થાને નવ વાર ફોન પર વાત કરી જેને સીબીઆઈએ રેકોર્ડ કરી લીધી.  સાથે જ વ્હાટ્સએપ પર બંને વચ્ચે થયેલા મેસેજ પણ છે.  આ પહેલા અસ્થાનાએ સીબીસી અને કેબિનેટ સેક્રેટરીને મોકલાયેલ પત્રોમાં આ પ્રકારના આરોપ વર્મા પર લગાવ્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind vs WI - ભારત વેસ્ટઈન્ડિઝ વચ્ચેની 2જી મેચ ટાઈ, ભારત 1-0થી આગળ