Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લાલ થઈ ગઈ પ્રિયંકા કોઠારી

લાલ થઈ ગઈ પ્રિયંકા કોઠારી
IFM
સિને તારિકાઓને માટે તો કિસ એટલેકે ચુંબન કોઈ નવી વાત નથી, પરંતુ તેને લઈને તેઓ વારંવાર કોઈ અપવાદમાં ફસાઈ જાય છે, જેમ કે થોડા દિવસો પહેલા પ્રિયંકા(નિશા)કોઠારી ફંસાઈ ગઈ. પ્રિયંકાની ઓળખ જુદા પ્રકારના વિચારો ધરાવતી નાયિકાના રૂપમાં અને એ જ વિચારોને ફિલ્મોમાં ઢાળવામાં પ્રિય રામ ગોપાલ વર્માની પ્રિય અભિનેત્રીના રૂપમાં છે. તાજેતરમાં પણ એ રામૂની ફિલ્મ 'અજ્ઞાત'ને પૂરી કરવામાં લાગી છે.

આ ફિલ્મના લોકપ્રિય થઈ રહેલા ગીતો 'કિસ મિક્સ'ના કેટલાક દશ્યો તેમની પર ફિલ્માવવાના હતા. શૂટિંગ મડ આઈલેંડમાં ચાલી રહ્યુ હતુ, જ્યાં શૂટિંગ જોવા માટે લોકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હઈ. જ્યારે પ્રિયંકા અને તેમના સાથી કલાકાર નીતિન પર આ ગીતની પંક્તિ 'આઈ વોંટ યૂ કિસ યુ ઓલ ડે એંડ નાઈટ' નું ફિલ્માંકન શરૂ થયુ તો શૂટિંગ જોઈ રહેલા લોકો આ પંક્તિને એક સુરમાં ગાવા લાગ્યા. આ જોઈને પ્રિયંકા શરમથી લાલ લાલ થઈ ગઈ.

Share this Story:

Follow Webdunia gujarati