સામગ્રી - 2 સફેદ મૂળા, 50 ગ્રામ ઝીંગા(સાફ કરેલા) 1/2 કપ વટાણા. 1 બટાકાને ચોરસ ટુકડામાં કાપેલુ, 1-2 સૂકા લાલ મરચાં, 1/2 ચમચી જીરુ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચાનુ પેસ્ટ, 1/2 ચમચી વરિયાળીનુ પેસ્ટ, 1/2 ચમચી ગરમ મસાલાનુ પેસ્ટ, મીઠુ, બે મોટી ચમચી સરસિયાનુ તેલ, 1/2 મોટી ચમચી ઘી, 1/2 ચમચી ખાંડ.
બનાવવાની વિધિ : મૂળાના છોલીને છીણી લો અને પાણી નિતારીને એક બાજુ મુકી દો. કડાહીમાં તેલ ગરમ કરીને જીરુ અને લાલ મરચાનો તતડાવીને છીણેલી મૂળી નાખી દો.
ગરમ મસાલાને છોડીને બધા મસાલા તેમા ભેળવો અને ઢાંકીને 3-4 મિનિટ સુધી બાફો. હવે તેમા બટાકાના ટુકડા અને વટાણા અને ઝીંગાના ટુકડા અને 1/2 કપ પાણી ભેળવો. આને ઢાંકીને બટાકાને નરમ થવા સુધી બાફો. પાણી ઉડાવી દો.
એક કઢાઈમાં જુદુ ઘી ગરમ કરીને તેમા ગરમ મસાલનુ પેસ્ટ અને સાંતળેલી મૂળા ભેળવો. પરોઠાં કે ભાતની સાથે આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.