Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શાહરૂખ કોલકત્તા કિંગ તો અક્ષય દિલ્હી કિંગ

ક્રિકેટની દુનિયામાં શાહરૂખ ખાન અને અક્ષય કુમાર સામે સામે લડી લેવા તૈયાર

શાહરૂખ કોલકત્તા કિંગ તો અક્ષય દિલ્હી કિંગ
PTIPTI

નવી દિલ્હી. ક્રિકેટની દુનિયામાં શાહરૂખ ખાન અને અક્ષય કુમાર સામે સામે લડી લેવા તૈયાર થઇ ગયા છે. બીસીસીઆઈ સમર્થિત આઈપીએલની કોલકત્તાની ટીમ નાઈટ રાઈડર્સને શાહરૂખે ખરીદી લીધી છે, ત્યારે અક્ષયકુમાર પણ કઈ ગાજ્યો જાય તેવો નથી. આઈપીએલની દીલ્હી ડેરડેવીલ્સની ટીમને અક્ષય રીપ્રેઝન્ટ કરી રહ્યો છે.
webdunia
IFMIFM

સૂત્રો જણાવે છે કે અક્ષય પણ પોતે ક્રિકેટ પ્રેમી છે અને તેના કારણે જ દિલ્હીની ટીમને તે રીપ્રેઝન્ટ કરી રહ્યો છે. ફિલ્મ ક્ષેત્રે તો બોલિવુડના આ બે સુપરહીટ કલાકાર શાહરૂખ ખાન અને અક્ષયકુમાર એકબીજા સાથે તીવ્ર પ્રતિસ્પર્ધા કરી રહ્યાં છે પરંતુ ક્રિકેટના મેદાન પર પણ આ બન્ને કલાકારો આમને સામને આવી રહ્યાં છે. શાહરૂખ હાલમાં કોલકત્તા ટીમની સફળતા માટે બને તેટલો વધુ પ્રચાર પણ કરી રહ્યો છે.

એવું કહેવાય છે કે અક્ષય જ્યારે દિલ્હીમાં રહેતો હતો ત્યારે તે લાલ કિલ્લા પાસેના મેદાનમાં ક્રિકેટ રમતો હતો. આ ઉપરાંત અત્યારે પણ અક્ષય પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી પોતાની મનગમતી રમત માટે સમય તો કાઢી જ લે છે. આમ પોતાના ફિલ્મી કાર્યક્રમમાંથી પણ અક્ષય આઈપીએલની દિલ્હી ટીમના પ્રચાર માટે જરૂરી સમય કાઢી લે છે.

Share this Story:

Follow Webdunia gujarati