Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આઈએચએફમાં હસ્તક્ષેપ કરો : એફઆઈએચ

આઈએચએફમાં હસ્તક્ષેપ કરો : એફઆઈએચ
લુસાને , सोमवार, 28 अप्रैल 2008 (10:07 IST)
આંતરરાષ્ટ્રીય હિકી મહાસંઘે (એફઆઈએચ) ચેતવણી આપી છે કે જો ભારતીય હોકી મહાસંઘ વિરૂદ્ધ કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો દિલ્હીમાં 2010 માં રમાનાર હોકી વિશ્વકપ ખટાઈમાં પડી શકે છે.

એફઆઈએચની પ્રમુખ એલ્સ વાન બ્રેદા વરાઈસમેને આઈએચએફનાં મહાસચિવ કે.જ્યોતિકુમારનાં લાંચ લેતા પડવાની બાબત પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) કે રમત મંત્રાલયે તાત્કાલીક આઈએચએફમાં હસ્તક્ષેપ કરવો પડશે નહીતો તેઓ ઈન્ડિયન હોકીને પ્રોત્સાહન આપનારા પ્રોજેક્ટ અને 2010 વિશ્વકપને ભૂલી જાય.

એફઆઈએચ અધ્યક્ષનાં જણાવ્યા પ્રમાણે વિશ્વ સંસ્થા એવા કોઈપણ મહાસંઘ સાથે કામ ન કરી શકે જેનો ટોચનો અધિકારી ટીવી સ્ટિંગ ઓપરેશન બાદ તપાસનાં ઘેરામાં હોય.

આ પહેલા ચાલુ મહિનાની શરૂઆતમાં એફઆઈએચે ભારતીય પુરૂષ હોકી ટીમનાં પેઈચિંગ ઓલિમ્પિક માટે ક્વાલીફાઈ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ દિલ્હીથી 2010 નો હોકી વિશ્વકપ છીનવી લેવાની ચિમકી ઉચ્ચારી હતી.

Share this Story:

Follow Webdunia gujarati