ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય છુટ્ટ આપી છે. મહત્વનું છે કે વ્યાજ ચુકવણીના વિલંબથી ખેડૂતોને મુશ્કેલી થઈ રહી હતી અને ખેડૂતોએ સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેને ધ્યાને લઇને સરકારે તુરંત જ પાક ધિરાણમાં 4 ટકાની વ્યાજની સહાય છુટ્ટી કરવાનો પરિપત્ર કર્યો છે.
સરકારે પાક ધિરાણ સહાય મુદ્દે જાહેરાત કરતા હવે ખેડૂતો બેન્કો અને સહકારી મંડળીઓમાં પાક સહાય ધિરાણ મેળવી શકશે. જેથી રાજ્યના ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને કૂલ 7 ટકા પાક ધિરાણની સહાય આપતી હોય છે. જેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર અને 4 ટકા રાજ્ય સરકાર આપે છે.