ઉત્તરી પૂર્વી બ્રાઝીલમાં શુક્રવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મરનારની સંખ્યા વધીને 14 થઇ છે. બ્રાઝીલના એરોનોટીક્સ કમાન અને લિગલ મેડિકલ ઇસ્ટીટ્યૂટના જણાવ્યા મુજબ વિમાન દુર્ઘટનામાં એક પણ વ્યક્તિ જીવિત નથી બચી. અગ્નિશમન કર્મચારીઓ અને સૈનિકોએ દુર્ઘટના સ્થળેથી 14 લાશ એકઠી કરી છે.
શુક્રવારે પોલીસે કહ્યું કે દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. જોકે એક ખાનગી સમાચાર સંસ્થાના અનુસાર યાત્રિઓમાં અમેરિકાના એક વ્યાપારી રોજર ઇયાન રાઇટ એમનો પરિવાર અને ચાલક દળના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે.
બાહિયાના ટ્રાંકોસોમાં શુક્રવારે કિંહ એર 350 જેટ વિમાન તોફાની મોસમમાં નીચે ઉતરવાના પ્રયાસમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. વિમાન સાઓ પાઓલોથી બાહિયા આવી રહ્યું હતું. અધિકારીઓ વિમાન દુર્ઘટનાના કારણો શોધવામાં પડ્યા છે.