ગરમીમા તડકાનો કોપ બહુ ભયંકર હોય છે. ગરમી એવી લાગે છે જાણે કે કોઈ સર્પ આગના ફૂફાડા મારતો હોય. આવી ગરમ હવા ને લૂ કહેવાય છે. લૂ લાગનાર વ્યક્તિને શરીરમાં બળતરા થાય. હૃદયમાં અને ગળામા કાંટા પડતા હોય તેવી રીતે તકલીફ થાય છે.
લૂ લાગે ત્યારે નીચેના ઉપાયો કરવા જોઈએ.
- પંજરી ને પાણી માં ભેળવી મસળી નાખો, પછી તેને ગાળીને તેનુ પાણી પી જાવ.
- ગરમીની સીઝનમાં પાણીમાં થોડો ચણાનો ક્ષાર મેળવીને પીવાથી લૂ લાગવાનો ડર રહેતો નથી.
- ગરમીમા કાચી કેરીનુ પનુ બનાવીને પીવાથી પણ રાહત મળે છે.
- જવનો લોટ અને વાટેલી ડુંગળીનો લેપ લગાવવાથી તરતજ આરામ મળે છે.
- પાકી આમલીનુ શરબત બનાવીને પીવાથી રાહત મળે છે.
- મીઠી લસ્સી, લીંબુનુ શરબત વગેરે પીવવાથી રાહત મળે છે.