દિલ્હી પોલીસે જામીયાનગર ખાતે કરેલા એન્કાઉન્ટરની કાર્યવાહી ઉચિત હોવાનું અને ત્રાસવાદી સામે આવી રીતે લડવું જોઈએ, તેમ ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
મોદીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શુક્રવારે થયેલ એન્કાઉન્ટરમાં પોલીસે આધુનિક ટેક્નોલોજી અને પોતાની બુધ્ધિમતાનો પરિચય આપ્યો હતો. આતંકવાદનો મુકાબલો કરવા માટે પોલીસ સમય સાથે તાલ મિલાવવો પડશે. આ સાથે મોદીએ જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન મનમોહનસિંહ અને શિવરાજ પાટીલને દિલ્હી બ્લાસ્ટ કેસ અંગેની શક્યતા અંગે વિગતવાર માહિતી આપી હતી.
મોદીએ જણાવ્યું હતું કે તે રાજકીય લાભ લેવા માટે આતંકવાદનો ઉપયોગ કરતાં નથી અને, ગુજરાતની પોલીસે રાષ્ટ્રહિતમાં કામ કરે છે. તેમણે જાસુસી સંસ્થાઓ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આઈએએસ અને આઈપીએસની જેમ ઈન્ડીયન ઈન્ટેલિજન્સ સર્વિસ આઈઆઈએસ કેડર બનાવવા પર જોર આપ્યું હતું.