અનફર્ગેટેબલ ટૂર દ્વારા આયોજીત કાર્યક્રમને લઈને અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે ત્રિનિદાદમાં છવાઈ ગયા હતા. અભિષેકે પિતા અમિતાભ સાથે ઘણા સમય પછી પહેલીવાર એકસાથે લાઈવ પરફોર્મન્સ કયુ હતુ. આ ટૂરના એક ભાગરૂપે ગયા રવિવારે અમિતાભ અને અભિષેક બચ્ચન એકસાથે સ્ટેજ પર આવતા લોકો રોમાચિંત થઈ ગયા હતા. 27
વર્ષ પહેલા આવા જ એક કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન સ્ટેજ ઉપર અભિષેક સાથે આવ્યા હતા. એ વખતે અભિષેક નાનો હતો. લોંસએંજેલસથી વાત કરતા અમિતાભે જણાવ્યુ હતુ કે આ ખૂબ જ ભાવનાશીલ ક્ષણો હતી.
અમિતાભે જણાવ્યુ હતુ કે એશ્વર્યા માટે આ દેશમાં પ્રથમ પરફોર્મંસ હતુ, પરંતુ અમારા માટે આ નવી વાત નથી. જ્યારે અભિષેક પાંચ વર્ષનો હતો ત્યારે હુ અભિષેકને સ્ટેજ પર લઈને આવ્યો હતો. એ વખતે મિસ્ટર નટવરલાલનુ ગીત 'મેરે પાસ આવો, મેરે દોસ્તો'ગીત પર પરફોર્મંસ કરતી વખતે પુત્રને સ્ટેજ પર લાવવાની કબૂલાત કરી હતી. તે વખતે પણ ત્રિનિદાદના લોકો રોમાંચિત થઈ ગયા હતા.
27 વર્ષ પછી પણ અમિતાભના ચાહકો અમિતાભ બચ્ચનો 27 વર્ષ અગાઉનો શો ભૂલી શક્યા નથી. બીગ બી ના કહેવા મુજબ ત્રિનિદાદ હંમેશાથી તેમનુ ફેવરેટ સ્થળ રહ્યુ છે. આ દેશ સંગીતપ્રેમી અને પ્રેમાળ છે. ભારતીય લોકો પ્રત્યે અહીંના લોકોને ખૂબ પ્રેમ છે. અમારા શોને અભૂતપૂર્વ સફળતા મળી છે.
આઉટડોર ક્વિંસપાર્ક ગ્રાઉંડ ખાતે લગભગ 25000 લોકો ભેગા થયા હતા અને ગ્રાઉન્ડ હાઉસફૂલ હોવાની આયોજકોએ કબૂલ્યૂ હતુ. આ શો માં હાજરી આપવા લગભગ 1000 લોકો વિમાનમાં આવ્યા હતા. અમિતાભે ત્રિનિદાદ પછી લોંસએંજલસમાં વધુ એક પરફોર્મન્સની તૈયારી બતાવી છે.