Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રિલાયંસની મહેનત રંગ લાવી

રિલાયંસની મહેનત રંગ લાવી

વાર્તા

નવી દિલ્હી. , शनिवार, 20 सितम्बर 2008 (14:06 IST)
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયંસ ઈંડસ્ટ્રીઝની મહેનત દેખાઈ રહી છે. તેના કૃષ્ણા ગોદાવરી બેસિન બ્લોક ખાતે તેલની ધાર થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયંસની કેજી બેસિન સ્થિત ડી. 6 બ્લોક ખાતેથી કાચા તેલની ધાર થઈ રહી છે. અને તેનું ત્રણ દિવસથી પરિક્ષણ ચાલી રહ્યું છે. દેશના ઊંડા સમુદ્રમાંથી કાચા તેલનું આ પ્રથમવારનું ઉત્પાદન છે. જોકે કંપનીએ તેની ઔપચારીક જાહેરાત કરી નથી.

તેલ ઉત્પાદન ક્ષેત્રના નિયામક હાઈડ્રોકાર્બન મહાનિદેશકે બુધવારે જ કહ્યુ હતુ કે રિલાયંસના કેજી બેસિન બ્લોકથી શરૂઆતમાં દરરોજ 10થી15 બેરલ કાચા તેલનું ઉત્પાદન થઈ શકશે. ત્યારબાદ તે વધીને 40 હજાર બેરલ પ્રતિદિન થઈ જશે.

આ જ બ્લોકમાં રિલાયંસને ગેસનો પણ મોટો ખજાનો મળી આવ્યો છે. તેનું ઉત્પાદન એક મહિના બાદ નવેમ્બર સુધીમાં થવાની સંભાવના વ્યકત થઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati