તિબેટના ધર્મગુરૂ દલાઇ લામાની હાલત હાલમાં સુધારા પર છે. ગઇ કાલે તેમને કમજોરી જણાતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
73 વર્ષિય દલાઇ લામાને ગઇ કાલે પશ્વિમિ ઉપનગર બાન્દ્રાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યાનુસાર કમજોરીને લઇને તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી અને કેટલાક ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જોકે કોઇ ચિંતાની વાત નથી. હાલમાં તેમની તબિયત સુધારા પર છે.