મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વીજયસિંહે સોમવારે કહ્યું હતું કે ભાજપ તોફાનો અને લાશોની રાજનીતિ કરે છે. કોંગ્રેસ મધ્યપ્રદેશને ગુજરાત નહિ બનવા દે.
શહેરની અંદર તાજેતરમાં થયેલી હિંસાના પીડિતોને મળ્યા બાદ દિગ્વીજયે ઈંદોર પ્રેસ ક્લબમાં કહ્યું હતું કે જે લોકો આ તોફાનોની અંદર માર્યા ગયાં છે તેઓ પોલીસના ગોળીબારમાં મૃત્યું નથી પામ્યા પરંતુ તેમના મૃત્યું ખાનગી હથિયારો દ્વારા થયા છે.
પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્યના લોક નિર્માણ મંત્રી કૈલાશ વિજયવર્ગીય પર નિશાન ફેંકતાં કહ્યું હતું કે જ્યારથી તેઓ ઈંદોરના મેયર બન્યાં છે ત્યારથી શહેરનું વાતાવરણ ખરાબ થયેલ છે. જમીન પર જોર જબરી પુર્વક કબ્જો મેળવવામાં આવી રહ્યો છે.
આ પહેલાં દેવાસની અંદર ભાજપ પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ લગાવતાં દિગ્વીજયે કહ્યું હતું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ નાના નરેન્દ્ર મોદી બનવા માંગે છે પરંતુ કોંગ્રેસ તેમના ઈરાદાઓને સફળ નહિ થવા દે.