Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોનાના રસીકરણ અભિયાન - 18 વર્ષ અથવા તેનાથી ઉપરની વ્યક્તિને રસી આપી શકાશે

કોરોનાના રસીકરણ અભિયાન -  18 વર્ષ અથવા તેનાથી ઉપરની વ્યક્તિને રસી આપી શકાશે
, શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (14:53 IST)
એનડીટીવીના અહેવાલ અનુસાર 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના વાઇરસના રસીકરણના અભિયાનની શરૂઆત થશે અને આને લઈને તમામ રાજ્યોને રસી પહોંચાડી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ગુરુવારે મહત્ત્વના આદેશ આપ્યા હતા.
 
જે મુજબ માત્ર 18 વર્ષ અથવા તેનાથી ઉપરની વ્યક્તિને રસી આપી શકાય છે.
 
જો કોઈ વ્યક્તિને બીજી કોઈ બીમારી હોય અને તેને કોરોનાની વૅક્સિન આપવામાં આવે તો બીજી બીમારીની રસી 14 દિવસ પછી આપવામાં આવે.
 
પહેલો ડોઝ જે વૅક્સિનનો લાગે તેનો જ બીજો ડોઝ લાગવો જોઈએ. ઇન્ટરચૅન્જની પરવાનગી નથી.
 
જે મહિલાઓ ગર્ભવતી છે, બાળકના જન્મ પછી હાલ પુખ્ત નથી થઈ અથવા જે બાળકોને સ્તનપાન કરાવી રહી છે તો તેમને વૅક્સિન નહીં અપાય.
 
જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જણાય છે તો તે વ્યક્તિને 4થી 8 અઠવાડિયાં પછી રસી અપાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂતો અને મોદી સરકાર વચ્ચે નવમી બેઠક શરૂ, સમાધાન આવશે?