જયપુર. રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબૂરોડ પોલીસ મથકની હદમાં આવેલી એક કબાડીની દુકાનમાં આજે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ત્રણ જણાંના મોત નીપજ્યાં હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસે વિસ્ફોટનુ કારણ જાણવા માટે ફોરેન્સીક નિષ્ણાતોની મદદ લીધી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, ભંગારની દુકાનમાં કામ કરતાં એક વ્યક્તિએ લોઢાના એક મોટા ખોખા ઉપર હથોડી ફટકારતાં તેમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, દુકાનમાં બેઠેલા કુલ ત્રણ જણાંના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા.