Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સેમી ફાઈનલ માટે મુંબઈ-પંજાબ વચ્ચે જોરદાર ટક્કર

સેમી ફાઈનલ માટે મુંબઈ-પંજાબ વચ્ચે જોરદાર ટક્કર

વાર્તા

, मंगलवार, 20 मई 2008 (18:27 IST)
આઈપીએલમાં દરેક મેચ 'કરો યા મરો' નુ યુધ્ધ સમાન બનતી જઈ રહી છે. સતત છ જીતનો રેકોર્ડ બનાવી ચૂકેલી મુંબઈ ઈંડિયંસ અને તોફાની ફોર્મમાં રમી રહેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે બુધવારે જ્યારે આમને સામને હશે ત્યારે તેમની નજર સેમી ફાઈનલ 'પ્રવેશ' પર હશે.

મુંબઈ અને પંજાબ બંને ટીમોએ અત્યાર સુધી દસ દસ મેચ રમી છે. પંજાબ સાત જીત અને 14 અંક સાથે અંક તાલિકામાં રાજસ્થાન રોયલ્સ પછી બીજા સ્થાન પર છે. જ્યારે કે મુંબઈ છ જીત અને 12 અંક સાથે ચોથા સ્થાન પર છે. પોતાની 11મી મેચમાં જે ટીમ જીતશે તેને માટે સેમીફાઈનલનો રસ્તો સરળ થઈ જશે.

મુંબઈ ઈડિયંસે ટૂર્નામેંટમાં શરૂઆતની ચાર મેચ હાર્યા પછી જે જબરજસ્ત કમબેક કર્યુ છે તે આશ્ચર્યજનક છે. ટીમે ચાર હાર પછી સતત છ મેચ જીતી છે અને સતત છ મેચ જીતનારી પહેલી ટીમ બની છે. સચિન તેંડુલકરે પોતાની ફીટનેસ પછી ટીમને કરિશ્માઈ નેતૃત્વ આપ્યુ છે અને પોતાની કપ્તાની હેઠળ સતત ત્રણ મેચ જીતી છે.

સચિનની કપ્તાની ઓપનર સનથ જયસૂર્યાની વિસ્ફોટક બોલિંગ અને શાન પોલકની શ્રેષ્ઠ બોલિંગ આ સમય મુંબઈ ટીમનો સૌથી મજબૂત પક્ષ છે જેને કારણે યુવરાજ સિંહની પંજાબી ટીમને મુશ્કેલી ઉભી થઈ શકે છે.

મુંબઈ ટીમ મોહાલીમાં પંજાબ ટીમ સામે 66 રનથી હારી હતી. ત્યારે પંજાબના 182 રનની સામે મુંબઈ ટીમ 116 રન જ બનાવી શકી હતી, પણ ત્યારથી લઈને અત્યાર સુધી મુંબઈના પ્રદર્શનમાં જમીન આસમાનનો ફેર આવી ચૂક્યો છે. આ ફેરનો શ્રેય ટીમના ત્રણ ધુરંધરો પર જાય છે.

જયસૂર્યાની વિસ્ફોટક બેટિંગે મુંબઈ ટીમને એક નવો આત્મવિશ્વાસ આપ્યો છે. ઓફ સ્પિનર હરભજનસિંહના પ્રતિબંધિત થયા પછી પોલકે ટીમની કપ્તાનીને બહુ સરસ સંભાળી, સચિન જ્યારે પોતાના ગ્રોઈન મારથી મુક્ત થઈને આવ્યા ત્યારે તેમણે બતાવ્યુ કે ટીમને કેવી રીતે એક સૂત્રમાં બાંધી મૂકાય છે.

મુંબઈના આશિષ નેહરા ખૂબ જ શાનદાર બોલિંગ કરી રહ્યા છે. પોલક પીઠમાં ખેંચના કારણે છેલ્લી મેચમાં ન રમી શક્યા, પણ તેમની જગ્યાએ દિલહારા ફર્નાડોએ ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. ધવલ કુલકર્ણી મુંબઈની બોલિંગના આક્રમણનો મુખ્ય ભાગ બનેલા છે. રોહન રાજી પણ ટીમને માટે ઉપયોગી બોલિંગ કરી.

જયસૂર્યા પછી રોબિન ઉથ્થપા અને અભિષેક નાયરની બોલિંગ મુંબઈ ટીમની જીવાદોરી છે. સચિન પણ પોતાની રંગતમાં પાછા ફરી રહ્યા છે. જયસૂર્યા અને સચિનની જોડી પંજાબને માટે માથાનો દુ:ખાવો સાબિત થશે. વિકેટની પાછળ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

પંજાબે મુંબઈને છેલ્લી મેચમાં સરળતાથી જીત મેળવી લીધી હતી. પણ હવે તેમને લોખંડના ચણા ચાવવા પડશે. મુંબઈને જો કે પંજાબના વિરુધ્ધ ઈંડિઝના ઓલરાઉંડર ડ્વેન બ્રાવોની ઉણપ લાગશે. જે સ્વદેશ જતા રહ્યા છે.

સચિનની ટીમ ભલે છ મેચ સતત જીતી ચૂકી હોય, પણ તે પંજાબને મામૂલી સમજવાની ભૂલ તો કદી નહી કરે. પંજાબ ટીમના 14 અંક હોવાથી તે સેમીફાઈનલના દરવાજે ઉભી છે. એક વધુ જીત તેને સેમીફાઈનલમાં સ્થાન આપવા માટે પૂરતી છે.

શાન માર્શ, યુવરાજ માહેલા, જયવર્ધને, ન્યૂક પાર્મ્સબારવ અને કુમાર સંગકારાના રૂપમાં પંજાબ પસે જોરદાર બેટિંગ લાઈન અપ છે. ઈરફાન પઠાણ, શાંતકુમારન, શ્રીસંથ, વીઆરવી સિંહ અને પીયૂષ ચાવલાના રૂપમાં બોલિંગ આક્રમણ છે.

બંને ટીમ તાકતમાં એક સરખી છે, અને આ નક્કી છે કે મુંબઈમાં એક વિસ્ફોટક સ્પર્ધા થવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati