સંજય દત્ત માટે જેલ જવું અને જેલમાંથી પાછા બહાર આવવું તે જાણે કે એક સામાન્ય બાબત બની ગઈ છે. એટલા માટે તે હવે જેલમાંથી છુટ્યા બાદ વધારે પડતી ખુશ નથી થતાં અને ના તો તેમને જેલમાં જવાનું દુ:ખ થાય છે. તેમને ખબર છે કે આ સિલસીલો આગળ પણ ચાલતો જ રહેશે.
સંજય આ દિવસોની અંદર જેલમાંથી જેવા છુટે છે તેવા તુરંત જ શુટીંગ કરવા માટે પહોચી જાય છે. સંજયને લઈને ઘણાં ફિલ્મકારો ફિલ્મ બનાવી રહ્યાં છે અને થોડાકે તો પોતાની ફિલ્મની ઘોષણા પણ કરી રાખેલ છે. હમણાં તો સંજય બહાર છે અને તે આનો પુરેપુરો લાભ ઉઠાવવા માંગે છે. સમાચાર છે કે સૌથી પહેલાં સુનીલ શેટ્ટીની ઈએમઆઈની શુટીંગ કરશે.