સનીવેલ(એજનસી) અમેરિકાની સોફ્ટવેર કંપની દ્વારા 44.6 અબજ ડોલરમાં ખરીદીના પ્રસ્તાવને ઈન્ટરનેટની દુનિયાના મહત્વના પોર્ટલ યાહુએ ઠુકરાવી દીધો છે. યાહુના આ નિર્ણય બાદ પ્રમુખ ઈન્ટરનેટ પોર્ટલોમાં પ્રતિસ્પર્ધાનુ બજાર તેજ થઈ જશે.
વિશેષજ્ઞોના મંતવ્ય અનુસાર, યાહુના ઈનકાર બાદ માઈક્રોસોફ્ટ તેના મર્જર માટે પાંચ અબજ ડોલરથી 12 અબજ ડોલર સુધીની રકમ વધારવાનો પ્રસ્તાવ ફરી મુકી શકે છે. યુહુને મર્જર માટે 56 અબજ ડોલર જેટલી જંગી રકમની આશા છે. આ સોદા માટે માઈક્રોસોફ્ટ યાહુના શેર ધારકોનો સીધો સંપર્ક પણ કરી ચુક્યુ છે.
ગુગલે કમાલ કરી-
માઈક્રોસોફ્ટ અને યાહુ વચ્ચે મર્જરની થઈ રહેલી વાતચીતમાં ગુગલે પડદા પાછળની ભૂમિકા ભજવી છે. માઈક્રોસોફ્ટ જેવા ધૂરંધરને ઓન લઈન બજારમાં ઉતરતુ જોઈને ચાલાક ગુગલે હરિફ કંપની હોવા છતાંય યાહુને મદદ પુરી પાડવાનો પ્રસ્તાવ મુકી દીધો હતો અને માઈક્રોસોફ્ટ અને યાહુ વચ્ચે થનારા સંભવીત સોદાને તોડવાના દરેક મુમકીન પ્રયાસો કરી લીધા હતા.