Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કંગના : કોમેડી 'નો પ્રોબ્લેમ'

કંગના : કોમેડી 'નો પ્રોબ્લેમ'
IFM
જોવા જઈએ તો નાયિકા કંગનાએ ફૈશન, ગેંગસ્ટર, લાઈફ ઈન એ મેટ્રો જેવી થોડીક ઉલ્લેખનીય ફિલ્મો આપી છે પરંતુ મોટા ભાગની ફિલ્મોમાં તે ડાર્ક રોલ જ ભજવે છે. કંગના ઈચ્છે છે કે તે સાબિત કરી શકે કે તે બધા જ પ્રકારના રોલ ભજવી શકે છે.

બોલીવુડમાં એક વખત જે ઈમેજ બની જાય છે તેને તોડવી ઘણી અઘરી થઈ જાય છે. પાછલાં દિવસોમાં કંગનાને લઈને એક ફિલ્મ બનાવી રહેલ નિર્દેશક સમીર કર્ણિકે છેલ્લી ઘડીએ કંગનાનું કેરેક્ટર ડાર્ક કરી દિધું હતું.

કંગનાના મનમાં એક કોમેડી ફિલ્મ કરવાની ઈચ્છા કેટલાયે સમયથી હતી જે આખરે પુર્ણ થઈ ગઈ. તે અનીસ બજ્મીની 'નો પ્રોબ્લેમ' કરી રહી છે. અનીસ હલ્કી-ફુલ્કી ફિલ્મો બનાવે છે જે હસી-મજાકથી ભરપુર હોય છે. કંગના પણ આ ફિલ્મમાં કોમેડી કરી રહી છે.

કંગનાનું માનવું છે કે ગંભીર રોલમાં ડુબવા માટે સેટ પર મુડ પણ ગંભીર રાખવો પડે છે, પરંતુ હસી મજાકનો રોલ ભજવવા માટે સેટ પર હસી અને મસ્તીનું વાતાવરણ હોવું જરૂરી છે. એટલા માટે નો પ્રોબ્લેમના સેટ પર કંગના ઘણી ધમાલ મચાવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati