ન્યૂયોર્ક. નાસાના વૈજ્ઞાનિકોના અનુસાર મંગળ ગ્રહની સપાટી પર તે જગ્યાએથી ધૂળના ગુબારાઓની જાણ થઈ છે, જ્યાં થોડાક સપ્તાહ બાદ ફીનિક્સ માર્સ નામક પ્રોબ ઉતરવાનું છે. ધૂળના આ ગુબારાઓની ઉંચાઈ લગભગ એક કિલોમીટર જેટલી છે.
વૈજ્ઞાનિકોનાં અનુસાર આ ગુબારાઓથી ફીનિક્સ માર્સને ઉતરવામાં કોઈ જ તકલીફ નહી થાય પરંતુ આને લીધે પ્રોબથી મંગળની સપાટીનું થોડુક બદલાયેલ રૂપ જોવા મળી શકે છે.
ન્યૂ સાઈંટીસ્ટમાં ફોનિક્સના દળ સદસ્ય રે અર્વાઈડસનના અહેવાલથી જાણવા મળ્યું છે કે આનું ગુરૂત્વ ઓછું છે અને સપાટીની ગરમી વધું છે.