વોશિંગ્ટન. અમેરિકાના રક્ષા વિભાગે 6.1 અબજ ડોલરની ક્રુઝ મિસાઈલ કાર્યક્રમ પર કામ કરી રહેલી લાકહીડ માર્ટિન કોર્પોરેશન કંપનીને આ કાર્ય આગળ વધારવા માટેની અનુમતિ આપી દીધી છે. વિભાગે આ નિર્ણય સંબંધે માહિતી આપી હતી કે, મિસાઈલના વધારાના ઓર્ડર અંગે કંપની સાથે વાતચીત શરૂ કરવાની યોજના છે.
વાયુસેનાના અધિગ્રહણ પ્રમુખ સૂ પેટન અને લાકહીડ ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ યૂનિટના કાર્યકારી ઉપાધ્યક્ષ ક્રિસ કુબાસિક આગામી મંગળવારે આકાશથી જમીન પર હુમલો કરવા વાળી સંયુક્ત મિસાઈલ કાર્યક્રમના પુનઃ પ્રમાણીકરણ પર ચર્ચા કરશે. જે એ એસ એસ એમ લાંબા અંતરની આકાશથી જમીન પર હુમલો કરવા વાળી મિસાઈલ છે. જેનો ઉપયોગ અમેરિકી વાયુ સેના અને નેવી સુનિશ્ચિત લક્ષ્યોને ભેદવા માટે કરે છે.